પાવર નેપથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે, 6 કલાકથી ઓછું ઊંઘવું જોમખી : જાણો સ્લીપ સાઈકલ શું છે?

0
0

તમે કેટલું સૂવો છો? જો તમે આઠ કલાકથી વધારે અને છ કલાકથી ઓછું સૂવો છો, તો તે ખોટું છે. તેનાથી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. હવે કેટલાક લોકો એવા પણ છે જે કે જો તેઓ 8-9 કલાકથી ઓછું ઊંઘે તો તેમને દિવસે ઊંઘ આવે છે. આવા લોકો માટે એક ઉપાય છે, પાવર નેપ.

એક રિસર્ચ અનુસાર, છથી સાત કલાકની ઊંઘની સાથે પાવર નેપ લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ 40% ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમારી ઊંઘ રાતમાં પૂરી નથી થતી અથવા તમારી આદતમાં છથી સાત કલાકની ઊંઘ સામેલ છે તો પણ એક્સપર્ટ્સ તમને પાવર નેપની સલાહ આપે છે. તેનાથી ન માત્ર હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે, પરંતુ માઈગ્રેન, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.

શું હોય છે પાવર નેપ?

  • શું તમે દિવસમાં 10થી 15 મિનિટ અથવા અડધા કલાકની ઝપકી લો છો? તેને જ પાવર નેપ કહેવામાં આવે છે. અર્થાત પાવર નેપ નાનકડી ઊંઘ હોય છે જે તમે દિવસ દરમિયાન શરીરને રિલેક્સ અથવા આરામ આપવા માટે લો છો.
  • જ્યારે તમે આ નાની ઊંઘમાંથી જાગો છો તો તમને કેવું મહેસૂસ થાય છે? રિલેક્સ, એનર્જેટિક, ફ્રેશ અને સ્ટ્રેસ ફ્રી. ભલે તમે ગમે તેટલા વ્યસ્ત હો કામ છોડીને 15 મિનિટની આ ઊંઘ લઈ તમે ફ્રેશ અને એનર્જેટિક ફીલ કરશો. તાજેતરમાં અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ એક રિસર્ચ કર્યું. તેમાં માલુમ પડ્યું કે 30 મિનિટના પાવર નેપથી લોકોની પ્રોડક્ટિવિટી વધી જાય છે.

શું તમે સ્લીપ સાઈકલ વિશે જાણો છો?

  • પાવર નેપનો અર્થ એ છે કે ઊંઘનો એક એવો શૉટ છે ગાઢ નિદ્રામાં જતાં પહેલાં જ તૂટી જાય. અર્થાત નેપ લેતા સમયે તમે ગાઢ નિદ્રામાં જતાં પહેલાં ઊઠી જાઓ છો. આપણી ઊંઘને 2 સ્ટેજમાં વહેંચવામાં આવી છે. NRME (નોન રેપિડ આઈ મૂવમેન્ટ) અને REM (રેપિડ આઈ મૂવમેન્ટ) સ્ટેજ.
  • NRMEમાં 3 સબ સ્ટેજ હોય છે, પરંતુ મોટા ભાગે આપણી ઊંઘ 2 તબક્કામાંથી પસાર થાય છે. એક ઊંઘની સાઈકલ 90 મિનિટની હોય છે. પાવર નેપ દરમિયાન આપણે NRME સ્ટેજના શરૂઆતના તબક્કામાં હોઈએ છીએ. ત્યાર પછીના સ્ટેજમાં ગાઢ નિદ્રા શરૂ થાય છે.

મિનિમમ 6 કલાક સૂવા પાછળનું સાયન્સ શું છે?

  • રાતે સૂતી વખતે મિનિમમ આપણે 4 સ્લીપ સાઈકલ પૂરી કરવાની હોય છે. એક સ્લીપ સાઈકલ 90 મિનિટની હોય છે. તેથી 4 સ્લીપ સાઈકલ પૂરી કરવામાં 6 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ 6 કલાકની ઊંઘનું સાયન્સનું છે તેની સલાહ તમામ લોકોને મળે છે.
  • પાવર નેપમાં આપણે NRME સ્ટેજની એ મૂવમેન્ટમાં જાગી જવાનું હોય છે, જ્યારે મગજ વેવ કરી રહ્યુ હોય, આઈ મૂવમેન્ટ થંભી જવાને બદલે સ્લો થઈ ગઈ હોય અને બોડી ટેમ્પ્રેચર ઓછું ન થયું હોય. જો આમ થઈ ગયું તો તમે ગાઢ નિદ્રામાં જતા રહેશો. અને આ સ્ટેજમાંથી જાગવાની સ્થિતિને પાવર નેપ ગણવામાં આવતી નથી.

પાવર નેપ કેવી રીતે લેવું?

હેલ્થલાઈનનાં એક્સપર્ટનાં જણાવ્યા પ્રમાણે, પાવર નેપની ઘણી બધી રીત છે. દરેકને આ રીતો ફોલો કરવી જોઈએ. તેની રીત જાણ્યા વગર પાવર નેપનાં ફાયદા ઓછા થઈ જાય છે.

પાવર નેપનાં ફાયદા કયા છે?

રિસર્ચમાં ખબર પડી કે, તેનાથી હાર્ટ ડિસીઝ કે અટેકનું જોખમ ઓછું થઈ જાય છે. NASAએ કહ્યું કે તેનાથી આપણી પ્રોડક્ટિવિટી વધી જાય છે. પાવર નેપના બીજા પણ ઘણા ફાયદા છે.

એનર્જી લેવલ વધારે છે.

પાવર નેપથી શરીરને એક બ્રેક મળે છે. આ દરમિયાન શરીરને એનર્જી રિ-સ્ટોર કરવાનો મોકો મળે છે.

મેમરી મજબૂત બને છે.

દિવસભર કામ કરવાથી મગજ થાકી જાય છે. એટલે કે આપણે શારીરિક નહિ પણ માનસિક રીતે થાકીએ છીએ. તેવામાં નાની પાવર નેપ લેવાથી મગજને આરામ મળે છે અને આપણી મેમરી મજબૂત બને છે.

હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું થઈ જાય છે.

એક રિસર્ચ પ્રમાણે, પાવર નેપ લેવાથી હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ અને હાર્ટ અટેકનું જોખમ 40% સુધી ઓછું થઈ જાય છે.

ઈમ્યુનિટી મજબૂત થાય છે.

પાવર નેપ લેવાથી આપની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. પાવર નેપ દરમિયાન જ્યારે આપણી બોડી રેસ્ટ મોડ પર હોય છે ત્યારે ઈમ્યુન સેલ્સ વધારે ડેવલપ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here