Tuesday, September 21, 2021
Homeસત્તા-સંગઠન : ગેહલોતે હાઈકમાન પર છોડ્યો મંત્રીમંડળમાં ફેરબદલ-વિસ્તરણનો નિર્ણય
Array

સત્તા-સંગઠન : ગેહલોતે હાઈકમાન પર છોડ્યો મંત્રીમંડળમાં ફેરબદલ-વિસ્તરણનો નિર્ણય

રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ, રાજકીય નિમણૂંક અને સત્તા સંગઠનમાં ફેરફારની કવાયત તેજ થઈ ગઈ છે. અશોક ગેહલોત અને સચિન પાયલાટની ખેંચતાણના નીવારણ માટે કોંગ્રેસ હાઈકમાન ઝડપથી મોટો નિર્ણય કરવાની તૈયારીમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન પર છોડી દીધો છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને પ્રભારી મહાસચિ અજય માકને શનિવારે મોડી રાતે CM હાઉસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની સાથે લાંબી ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ગેહલોતે મંત્રીમંડળ ફેરબદલથી લઈને પાયલટ ગ્રુપના ધારાસભ્યોને મંત્રી બનાવવા સુધીના તમામ નિર્ણય હાઈકમાન પર છોડી દીધા છે.

આ પહેલા અજય માકન ગેહલોતની સાથે એક વખત લાંબી ચર્ચા કરી ચુક્યા હતા, જોકે તે સમયે ગેહલોત કેટલાક મુદ્દાઓ પર સહમત ન હતા. ગેહલોત તે સમયે પાયલટ ગ્રુપના ધારાસભ્યોને સરખી ભાગીદારી આપવાના પક્ષમાં ન હતા. પંજાબ ઓપરેશન પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતના વલણમાં પણ ફેરફાર આવવાના સંકેત છે, તેમણે હાઈકમાન પર નિર્ણય છોડીને સન્માનજનક હલ શોધવાની રણનીતી બનાવી છે. હવે મંત્રીમડળ વિસ્તરણથી લઈને રાજકીય નિમણૂંક પર ઝડપથી નિર્ણય લેવાય તેવી શકયતા છે. સચિન પાયલટ ગ્રુપને તેમાં પર્યાપ્ત જગ્યા મળવાની શકયતા છે.

અચાનક બેઠક બોલાવવાના પગલે રાજકીય ચર્ચાઓ તેજ
રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને પ્રભારી અજય માકન જયપુર આવતા જ અચાનક સવારે ધારાસભ્યો અને પાર્ટી પદાધિકારીઓની બેઠક બોલાવવા પર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સાધારણ માનવામાં આવતી નથી, રાજકીય જાણકારોનું માનવું છે કે સંગઠન મહાસચિવની હાજરીમાં બેઠક થવાનો અર્થ છે કે હાઈકમાનના જણાવ્યા અનુસાર કોઈક મોટી જાહેરાત કરવામાં આવે અથવા તો પાર્ટીના કોઈ નવા કાર્યક્રમની જાહેરાત થાય.

ડોટાસરનું ટ્વિટ- માત્ર સ્વાગત થશે
અચાનક PCCમાં ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠક બોલાવવા પર સતત રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરએ PCCમાં બોલાવવામાં આવેલી બેઠકને લઈને થઈ રહેલી ચર્ચાને વિરામ આપવા માટે મોડીરાતે ટ્વિટ કર્યું- મીડિયામાં ચાલી રહેલા ધારસભ્ય દળની બેઠકના સમાચારો પાયાવિહોણા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે સી વેણુગોપાલજી અને રાજસ્થાન પ્રભારી અજય માકન સવારે 10.30 વાગ્યે PCC કાર્યાલય આવવા પર જયપુરમાં હાજર મંત્રી, ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારણીના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ડોટાસરાના ટ્વિટને ડેમેજ કન્ટ્રોલની કોશિશ ગણવામાં આવી રહી છે.

ગેહલોત દિલ્હી આવશે નહિ, હાઈકમાન સાથે સંકળાયેલા નેતા જયપુર આવ્યા
કોંગ્રેસમાં પંજાબની જેમ હવે રાજસ્થાનમાં જરૂરી ફેરફારની કવાયત ચાલી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અશોક ગેહલોત આ વખતે પાયલોટ ગ્રુપને સત્તામાં ભાગીદારી ન આપવા પર અડગ છે. એમ કહેવાઈ રહ્યું છે કે એક સમયે સત્તા-સંગઠન સાથે જોડાયેલી નાની-નાની વાતો પર દિલ્હી જનાર ગેહલોતે હવે ત્યાં જવાનુ ટાળી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments