Monday, December 5, 2022
Homeગુજરાતરાજપીપળા : સરકારી માધ્યમિક શાળા ખાતે યોજ્યો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન

રાજપીપળા : સરકારી માધ્યમિક શાળા ખાતે યોજ્યો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન

- Advertisement -

સરકારી માધ્યમિક શાળા ખાતે યોજ્યો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન
પોસ્ટલ બેલેટ મતદાન સુવિધા કેન્દ્રની કામગીરીનું પણ કરાયું નિરીક્ષણ

નર્મદા જિલ્લામાં આગામી ૧ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમી આયોજનના અંતર્ગત નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીની રાહબરી હેઠળ સરકારી હાઈસ્કલ રાજપીપલા ખાતે યોજાયેલા દ્વિ-દિવસીય તાલીમનો આજરોજ 24 મી નવેમ્બર ને ગુરૂવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો . આ તાલીમ વર્ગમાં મતદાન મથકને લગતી કામગીરી-ફરજો સંદર્ભે પ્રિસાઈડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ, પોલીંગ ઓફિસર વગેરે સહિત અધિકારીઓ/કર્મચારીઓને આ તાલીમ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા આ તાલીમ વર્ગની કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષે મુલાકાત લઇ તાલીમ વર્ગમાં અધિકારીઓ/કર્મચારીઓને અપાઇ રહેલા ચૂંટણીલક્ષી તાલીમ વર્ગમાં હાજરી આપીને માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા અપાયેલા વિસ્તૃત માર્ગદર્શનની જાણકારી મેળવી હતી.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની બાબતો ઉપરાંત મતદાન મથકના ફરજ પરનાઅધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું. આ તાલીમમાં શિક્ષણ વિભાગના માસ્ટર ટ્રેનર એ.આર.શાહુની રાહબરી હેઠળ ૨૪ જેટલા માસ્ટર ટ્રેનર્સ આ તાલીમ વર્ગોમાં તેમની સેવાઓ આપી રહ્યાં છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક ટી.વી. સુભાષ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ચૂંટણીલક્ષી આ તાલીમ વર્ગની મુલાકાત ઉપરાંત અહીંની સરકારી માધ્યમિક શાળા ખાતે તાલીમાર્થી તરીકે હાજર તાલીમાર્થીઓ મતદારો, આવશ્યક સેવાઓ હેઠળના મતદારો વગેરે જેવા મતદારો કે જેમને પોસ્ટલ બેલેટ આપવામાં આવ્યા છે તેવા મતદારો માટે ઉભા કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે થઇ રહેલી મતદાનની પ્રક્રિયા પણ નિહાળી હતી. આ સંકુલમાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવતા મતદારોને કઇ રીતે મતદાન કરવુ તેની સાથોસાથ ડેક્લેરેશનના ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો પણ સમજાવવા માટેની કરાયેલી વ્યવસ્થાનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતુ. આજે સાંજના વાગ્યા સુધીમાં ૨૬૫ મતદારોનું મતદાન નોંધાયું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. તિલકવાડાના મામલતદાર પ્રતિક સંગાડા અને ગરૂડેશ્વરના મામલતદાર એમ.બી.ભોઇ પણ ઉક્ત કામગીરીમાં જોડાયાં હતાં

બાઈટ : શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી, નાંદોદ

માધ્યમો સાથેના સંવાદમાં નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ૧૪૮-નાંદોદ વિધાનસભાની ચૂંટણી માટે દ્વિતીય રેન્ડમાઈઝેશન બાદ આ વિસ્તાર માટે મળેલ સ્ટાફ માટેની દ્વિતીય તાલીમ રાખવામાં આવી છે એટલે કે મતદાન મથકે જનારા તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથોસાથ આજે જે કર્મચારીઓ ફરજ ઉપર છે તેમના માટે પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા સાથે અહીં ફેશીલીટેશન સેન્ટર ચાલુ કરાયું છે. આ તાલીમમાં આવેલ કર્મચારીઓ અથવા ચૂંટણીના દિવસે મતદાન મથક ઉપર ફરજ ઉપર હશે તેવા અને અન્ય વિભાગના આવશ્યક સેવાઓના અધિકારીઓ/કર્મચારીઓ માટે અહીં પોસ્ટલ બેલેટથી મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular