Wednesday, September 22, 2021
Homeમહારાષ્ટ્ર : સત્તા વહેંચણીનો વિવાદ: એકબીજાને તાબે ન થવું પડે એટલે ભાજપ-શિવસેનાએ...
Array

મહારાષ્ટ્ર : સત્તા વહેંચણીનો વિવાદ: એકબીજાને તાબે ન થવું પડે એટલે ભાજપ-શિવસેનાએ શરૂ કર્યું આ કામ

મહારાષ્ટ્રમાં સરકારમાં સત્તા વહેંચણીને લઇને ખેંચતાણ વચ્ચે ભાજપ અને શિવસેના પોતાના પક્ષની સંખ્યા બળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેને લઇને રવિવારે ત્રણ અપક્ષ અને બીજા બે અન્ય દળના ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે.

  • ત્રણ અપક્ષે ભાજપને આપ્યું સમર્થન
  • બે અન્ય ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપ્યું

ભાજપને સમર્થનની જાહેરાત કરનારા ત્રણ અપક્ષ ઉમેદવારોમાં ગીતા જૈન, રાજેન્દ્ર રાઉત અને રવિ રાણા સામેલ છે. ઠાણે જિલ્લાના મીરા ભયંદર બેઠક પર જીતેલા ગીતા જૈનએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પહેલા ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા ટીકીટ માગ કરી હતી, પરંતુ ટીકીટ ન મળતા 21 ઓક્ટોબરના રોજ યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. ગીતા જૈને પાર્ટીના ઉમેદવારનરેન્દ્ર મહેતાના પરાજય આપ્યો હતો.

જ્યારે બીજી તરફ રાજેન્દ્ર રાઉત પણ ભાજપના બળવાખોર ઉમેદવાર હતા અને તેમણે સોલાપુર જિલ્લાના બરસી બેઠકથી શિવસેના ઉમેદવાર દિલીપ સોપાલને હરાવ્યા હતા. જ્યારે રવિ રાણાએ અમરાવતી જિલ્લાના બડનેરા બેઠક પર શિવસેનાના ઉમેદવાર સામે જીત મેળવી હતી.

ગીતા જૈન, રાજેન્દ્ર રાઉતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ ભાજપને સમર્થન અંગેની જાહેરાત કરી હતી, જ્યારે રવિ રાણાએ પત્ર લખીને સમર્થન અંગેની જાહેરાત કરી હતી.

જ્યારે બીજી તરફ અચલપૂરના ધારાસભ્ય બાચ્ચુ કાડુ અને તેમના સહયોગી તેમજ મેલઘાટના ધારાસભ્ય રાજકુમાર પટેલે શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બંને બેઠક અમરાવતી જિલ્લાની છે. ઉલ્લેખનીય છે કે બાચ્ચુ કાડુ પ્રહર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments