નબળી ફિલ્મની દમદાર શરૂઆત: ‘બાગી-3’ની કમાણી કેટલી?

0
18

મુંબઈ,08 માર્ચ 2020

જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ અને શ્રધ્ધા કપૂર અભિનીત ‘બાગી-૩’ રિલીઝ થઈ ચૂકી છે. જેમાં દિગ્દર્શક અહમદ ખાન અને સ્ક્રીન પ્લે ફરહાદ સામનાના છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેની વ્યાપક ચર્ચા થઈ હતી, પણ ફિલ્મની રિવ્યૂની વાત કરીએ તો મોટાભાગના ક્રિટિક્સને આ ફિલ્મ ઈમ્પ્રેસ નથી કરી શકી. ફિલ્મમાં આવશ્યકતાથી વધુ એકશન છે અને વાર્તા ધડ માથા વગરની છે.

આટલી કમી છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેશ કરે એળી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફિલ્મના પહેલા બે ભાગ સારા એવા હીટ રહ્યા હતા. જોકે આ ફિલ્મની વાત કરવામાં આવે તો તે વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

ટાઈગર શ્રોફની અત્યાર સુધીની ફિલ્મોમાં ‘બાગી-૩’ વધુ વાઈડ રિલીઝ ફિલ્મ છે, જેને ભારતના ૪,૪૦૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે અને ઓવરસીઝમાં તેને ૧,૧૦૦ સ્ક્રીન મળ્યા છે.

એક સાથે આટલા બધા સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેનો લાભ જરૂર મળે છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે ફિલ્મ પહેલાં જ દિવસે રૂ.૨૬થી ૨૮ કરોડનો બિઝનેશ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ‘બાગી-૩’ ફિલ્મો પહેલાં દિવસે રૂ.૧૭.૫૦ કરોડનો બિઝનેશ કર્યો છે.

તરણ આદર્શે વધુમાં જણાવ્યું છે કે કોરોનાના ડર, વિદ્યાર્થીઓની પરીક્ષા અને હોળી પહેલાના દિવસો એવા છતાં ફિલ્મે સારો બિઝનેશ કર્યો છે.

આ ફિલ્મમાં ટાઈગર, શ્રધ્ધા સાથે રિતેશ દેશમુખ પણ છે. રિતેશ ટાઈગરનો ભાઈ છે. જે નોકરી માટે દેશની બહાર જાય છે જ્યાં આતંકવાદી સંગઠન તેને કિડનેપ કરે છે અને ટાઈગર તેના ભાઈને બચાવવાના મિશન પર નીકળી પડે છે. ફિલ્મની વાર્તા નબળી છે, પણ એકશન પ્રેમી દર્શકોને આ ફિલ્મ જરૂર ગમી જાય એવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here