સુરત : કિશોર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા સાવકા પિતાને પોક્સો કોર્ટે 5 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી.

0
7

સલાબતપુરા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની 11 વર્ષની દીકરી સાથે બદકામ તથા જાતિય સતામણી કરનારા સાવકા પિતાને અદાલતે તકસીરવાર ઠેરવ્યો હતો. એકાદ વર્ષ પહેલા કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા સાવકા પિતાને પોકસો કેસોની ખાસ અદાલતના જજ પી.એસ.કાલાએ દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ તથા દંડની સજા ફટકારી છે.

સાવકો પિતા એકાંતનો લાભ લેતો હતો

આ કેસની વિગતો એવી છે કે, સલાબતપુરા માનદરવાજા પદમાનગરમા રહેતા આરોપી સાવકા પિતા મિલીન ઉર્ફે અજય ભીખાભાઈ શીરસાઠ રહે છે. તેઓ છેલ્લા કેટલાય વખતથી બેરોજગાર હતો. સાવકા પિતાએ જેની સાથે લગ્ન કર્યા હતા તે મહિલાએ અગાઉ એક સાથે લગ્ન કર્યા હોય તેનાથી એક પુત્રી હતી. થોડા સમય બાદ અણબનાવ બનતા છૂટાછેટા લઈને મહિલાએ 30 વર્ષના મિલીન ઉર્ફે અજય સાથે લગ્ન કર્યા હતાં. છેલ્લા એક એક વર્ષથી સાવકો પિતા 11 વર્ષની દીકરી સાથે એકાંતમાં દુષ્કર્મ આચરતો હતો.બાદમાં તે જતો રહ્યો ત્યારે બહેનનો સગો ભાઈ જોઈ જતા તેણે બહેનને પૂછતા સાવકા પિતાનો ભાંડો ફૂટ્યો હતો.જેથી સાવકા પિતા વિરુધ્ધ નવે-2019ના રોજ 11 વર્ષીય સગીર બાળકીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારવા અંગે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોધાઈ હતી.

માતાએ ફરિયાદ નોંધાવી હતી

આ અંગે ભોગ બનનાર બાળકીની માતાએ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકોર્ડ પરના પૂરાવા તથા ખાસ નિયુક્ત મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા કિશોર રેવાલીયાની રજૂઆતોને માન્ય રાખી કોર્ટ આરોપીને દોષી ઠેરવી સજા ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here