પ્રભાસે લેમ્બોરગિની કંપનીની કારનુ મોડેલ ખરીદ્યું, ભારતમાં કિંમત લગભગ 6 કરોડ રુપિયા

0
4

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રિના સુપર સ્ટાર અને બાહુબલી ફિલ્મના કારણે હવે બોલીવૂડમાં પણ જાણીતા થઈ ગયેલા પ્રભાસે તાજેતરમાં જ ખરીદેલી કારની ભારે ચર્ચા છે.

પ્રભાસે લેમ્બોરગિની કંપનીની કારનુ જે મોડેલ ખરીદયુ છે તેની કિંમત ભારતમાં લગભગ 6 કરોડ રુપિયા થવા જાય છે. આ મોડેલ કંપનીના સૌથી જાણીતા મોડેલ પૈકીનુ એક છે. પોતાના પિતા સૂર્ય નારાયણ રાજૂની જન્મ જયંતિએ પ્રભાસે આ કાર ખરીદી હતી અને કારનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

જે મોડેલ પ્રભાસે ખરીદયુ છે તે અંગે કંપનીનુ કહેવુ છે કે, કારને 0 થી 100ની સ્પીડ પર પહોંચતા માત્ર 3 સેકન્ડ લાગે છે અને 200 કીલોમીટરની ઝડપ હાંસલ કરવામાં માત્ર 9 સેકન્ડ લાગે છે. પ્રભાસે ઓરેન્જ રંગના મોડેલ પર પસંદગી ઉતારી છે.

પ્રભાસ કારનો એમ પણ શોખીને છે. તેની પાસે એક એકથી ચઢિયાતી લક્ઝરિયસ કારોનો કાફલો છે. જેમાં રોલ્સ રોયસ ફેન્ટમ જેવી અતિ મોંઘી કારનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here