પ્રભાસે 1.5 કરોડ રૂપિયા તો ચિરંજીવી-મહેશ બાબુએ 1-1 કરોડ રૂપિયા તેલંગાણા CM રીલિફ ફંડમાં આપ્યા

0
0

હૈદરાબાદ તથા તેલંગાણામાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ પડ્યો છે અને તેને કારણે ઘણી જ તારાજી સર્જાઈ છે. હવે સાઉથ સુપરસ્ટાર્સ રાજ્ય સરકારની મદદે આવ્યા છે. મહેશ બાબુ, નાગાર્જુન, પ્રભાસ, વિજય દેવરાકોન્ડા, ચિરંજીવી સહિતના સ્ટાર્સે ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં ડોનેશન કર્યું છે.

પ્રભાસે 1.5 કરોડ રૂપિયા આપ્યા

સાઉથ સુપરસ્ટાર પ્રભાસે તેલંગાણા CM રીલિફ ફંડમાં 1.5 કરોડ આપવાની જાહેરાત કરી છે.

મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

મહેશ બાબુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તેલંગાણામાં અચાનક જ ભારે વરસાદ પડ્યો અને આપણે વિચારી છીએ તેના કરતાં પણ પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. તેલંગાણા સરકારે સારી કામગીરી કરી છે અને પૂરગ્રસ્ત પરિવારને શક્ય તેટલી મદદ કરી છે. હું તેલંગાણાના CM રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયા આપ્યું છું. હું અપીલ કરું છું કે મદદ માટે આગળ આવો. મુશ્કેલ સમયમાં આપણે આપણાં લોકોની સાથે ઊભા રહીએ.’

ચિરંજીવીએ 1 કરોડ રૂપિયા આપ્યા

ચિરંજીવીએ કહ્યું હતું, ‘હૈદરાબાદમાં અચાનક જ ભારે વરસાદ પડ્યો અને ઘણું જ નુકસાન થયું. કુદરતની આ હાડમારીને કારણે મને ઘણું જ દુઃખ થયું. હું CM ફંડમાં 1 કરોડ રૂપિયા આપું છું અને તમામને મદદ કરવાની અપીલ કરું છું.’

નાગાર્જુને 50 લાખ રૂપિયા આપ્યા

નાગાર્જુને કહ્યું હતું, ‘ભારે વરસાદ તથા પૂરને કારણે હૈદરાબાદના લોકોનું જીવન પડી ભાંગ્યું છે. તેલંગાણા સરકારે તાત્કાલિક 550 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. હું તેલંગાણા CM રીલિફ ફંડમાં 50 લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યૂશન આપું છું.’

વિજય દેવરાકોન્ડાએ 10 લાખ રૂપિયાનું દાન કર્યું

વિજય દેવરાકોન્ડાએ કહ્યું હતું, ‘આ વર્ષ આપણાં માટે ઘણું જ મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણાંમાંથી ઘણાં લોકો સારું કામ કરી રહ્યાં છે, ચાલો આપણે જેમની પાસે પૈસા નથી તેમને પૈસાની મદદ કરીએ, હું તેલંગાણા CM રીલિફ ફંડમાં 10 લાખ રૂપિયા દાનમાં આપું છું.’

જુનિયર NTRએ 50 લાખ રૂપિયા આપ્યા

જુનિયર NTRએ કહ્યું હતું, ‘હૈદરાબાદના અનેક લોકો પૂર અને વરસાદને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. હું તેલંગાણા CM રીલિફ ફંડમાં 50 લાખ રૂપિયા આપું છું. ચાલો સાથે મળીને આપણે હૈદરાબાદને ફરી એકવાર ઊભું કરીએ.’

ડિરેક્ટર હરિશ શંકરે 5 લાખ આપ્યા

ડિરેક્ટર હરિશ શંકરે ટ્વીટમાં કહ્યું હતું, ‘હૈદરાબાદને જે પણ નુકસાન થયું તેને આપણે બદલી શકતા નથી પરંતુ આપણે મદદ કરી શકીએ છીએ. હું હૈદરાબાદના પૂરગ્રસ્તોની સાથે છું અને પાંચ લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યૂશન આપું છું.’

આ સેલેબ્સે પણ મદદ કરી

ફિલ્મમેકર ત્રીવિકર્મે 10 લાખ, પ્રોડ્યૂસર બંદલા ગણેશે પાંચ લાખ, રામ પોથીનેનીએ 25 લાખ, બાલાક્રિષ્નાએ 25 લાખ, અનિલ રાવીપુડીએ પાંચ લાખ રૂપિયા CM રીલિફ ફંડમાં આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here