MPમાં પ્રભુ સોલંકી આણી મંડળી નકલી સોનું પધરાવવા જતાં ફસાઈ

0
12

મધ્યપ્રદેશના ખરગોન રેન્જમાં આવેલા બડવાહ પોલીસ મથકની હદમાં નકલી સોના-ચાંદીના સિક્કા પધરાવવા જતાં વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભુ સોલંકી આણી મંડળીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગણગૌર ઘાટના રહીશ હરીશ રમેશચંદ્ર ભગવાનને અજાણ્યા શખ્સે ચાંદીના સિક્કા બતાવી કહ્યું હતું કે, જમીનમાં ખોદકામ દરમિયાન સોના-ચાંદીના અસંખ્યા સિક્કા મળ્યા છે, તમને સિક્કા જોઈતા હશે તો આપીશું તેમ કહી, 50 હજારમાં 20 સિક્કા આપ્યા હતા. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ 5 કિલો સોનાના સિક્કા આપવાનું કહી રૂા. 25 લાખ લઈ નાવઘાટ ખેડીના ઘાટ પાસે બોલાવ્યા હતા. જોકે ઠગાઈના કાવતરાની ગંધ આવી જતાં હરીશે પોલીસને જાણ કરી દીધી હતી, જેને પગલે છટકું ગોઠવી પોલીસે નકલી સોનું લઈને આવેલા 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. જેમાં વડોદરા સંજયનગરના ભીખા ડાભી, મીરાબાઈ ગુલશન રાઠોડ, ખંડવા મોરટકાના લક્ષ્મણ હીરા રાઠોડ તેમજ ગોવિંદ ગંગારામ સોલંકીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી દોઢ લાખના સોનાના સિક્કા અને 6 કિલો નકલી સોનું કિમત રૂા. 12 હજાર તથા 5 મોબાઇલ મળી આવ્યા હતા.

આ 4 શખ્સોની પૂછપરછ કરતાં આ ટોળકી આંતરરાજ્ય ઠગટોળકી હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનેક લોકોને જમીનમાંથી સોનું મળ્યું છે તેમ કહી ભરમાવી કરોડોની ઠગાઈ કરી હોવાનું ખૂલ્યું હતું. આ ઠગ ટોળકીને પકડવા ઇન્દોર પોલીસના મહા નિર્દેશક યોગેશ દેશમુખ, ખરગોન પોલીસ અધિક્ષક શૈલેન્દ્રસિંહ ચૌહાણની સૂચના મુજબ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમ બનાવી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભુ સોલંકી અને તેના ભાઇ ભીમા ગુલશન સોલંકી સામે ઠગાઇની અનેક ફરિયાદો નોંધાઇ ચૂકી છે.

ખરગોન પોલીસના વડોદરામાં દરોડા હરિઓમ દુબે ઝડપાયો, પ્રભુ ફરાર

ખરગોન પોલીસે ચારેય આરોપીની પૂછપરછ કરતાં વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભુ સોલંકી અને તેના સાગરીતોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે ખરગોન પોલીસની ટીમ ગુરુવારે વડોદરા તપાસ અર્થે આવી હતી. ખરગોન પોલીસે બાપોદ પોલીસને સાથે રાખી આરોપીઓના આશ્રયસ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં પ્રભુ સોલંકી ફરાર હોવાથી હાથ લાગ્યો નહોતો, જોકે ટોળકીનો સાગરીત હરિઓમ દુબે ઝડપાઈ જતાં પોલીસ તેને લઈ મધ્યપ્રદેશ રવાના થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here