પોલીસ પર પથ્થરમારાની ઘટના માટે પ્રદિપસિંહ જાડેજાએ જાણો કોને જવાબદાર ગણાવ્યા

0
30

અમદાવાદ પછી વડોદરામાં પોલીસ પર થયેલી પથ્થરમારાની ઘટનાને ધ્યાને લઇને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતની જનતાએ શાંતિની અપીલ કરી હતી અને સાથે સાથે નેટ સુવિધા, અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારા અને વડોદરામાં પોલીસ પર થયેલા પથ્થરમારા બાબતે પ્રતિક્રિયા આપી હતી.

પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગઈ કાલે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવાના કેટલાક પ્રયાસો થયા હતા. તેમાં અમારા કેટલાક પોલીસના જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના રક્ષણ માટે પોલીસના જવાનોએ કુશળતા પૂર્વક ત્યાં કામ કર્યું હતું. અમારી પાસે પૂરતા CCTVના ફૂટેજ ઉપલબ્ધ છે. આ ફૂટેજના આધારે અમે 58 કરતા વધારે લોકોની ધરપકડ કરી છે. અગામી દિવસોમાં પણ આ ફૂટેજની અંદર જે અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પથ્થર મારવાનું જે દુષ્કૃત્ય કર્યું છે, તે બાબતે સરકાર માફ કરવાના મૂડમાં નથી, જવાબદાર તમામ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

નેટ સેવાની બંધ થવાના મેસેજ બાબતે તેમને જણાવ્યું હતું કે, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બનેલી ઘટના પછી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થાય તેવા કોઈ જગ્યા પર બનાવ બન્યા નથી એટલે ઈન્ટરનેટ બંધ કરવા માટેની ક્યાય મંજૂરી આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં ઈન્ટરનેટ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. ઈન્ટરનેટ બંધ કરવાની વાત છે તે ખોટી વાત છે.

વડોદરામાં પોલીસ પર પથ્થરમારો થવાની ઘટના બાબતે તેમને જણાવ્યું હતું કે, બરોડામાં એક જગ્યા પર એકત્રિત થયેલા ટોળા દ્વારા જ્યારે એક વીડિયોગ્રાફી ચાલતી હતી ત્યારે આ વીડિયોગ્રાફી કેમ ચાલે છે તે બાબતે સંઘર્ષ થયો હતો. અમારી પોલીસ ત્યાં હાજર હતી. સ્થળ પર પોલીસ દ્વારા જરૂર કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે જ મારી બરોડાના પોલીસ કમિશનર સાથે વાત થઇ છે. હાથીખાનાના એ વિસ્તારમાં અત્યારે સંપૂર્ણપણે શાંતિ છે. આખા રાજ્યમાં આવતી કાલે આ પ્રકારનું થશે એમ કરીને જે લોકોએ અફવાઓનું ષડ્યંત્ર કર્યું હતું, ગુજરાતની પ્રજાએ તેને જાકારો આપ્યો છે. આજે ગુજરાતની અંદર સંપૂર્ણ શાંતિ છે.

કોંગ્રેસ પર આંકરા પ્રકારો કરતા જણાવ્યું હતું કે, સ્વભાવીક છે કે, આ ઘટનાની અંદર કોંગ્રેસના કોર્પોરેટરોએ પૂર્વ આયોજન કરીને પોલીસ તંત્ર પર હુમલા કરવાના ષડ્યંત્રો કરેલા છે. શાહઅલમના ગુનાની અંદર સ્પષ્ટ થાય છે. કોંગ્રેસ આ સરકારને ચૂંટણીમાં પરાસ્ત નથી કરી શકતી એટલે એક યા બીજા પ્રકારના ગુજરાતની અંદર તોફાનો કરીને ગુજરાતની શાંતિ અને સલામતીમાં વિક્ષેપ નાંખવા માટે પ્રયત્નો કરે છે અને હું આજે ગુજરાતની પ્રજાને કહેવા માંગું છું કે, આ કોંગ્રેસ ષડ્યંત્ર અને કારનામાંઓ કરી રહી છે તેમાં કોઈ પણ પ્રકારે ન દોરવાઈને આપણું ગુજરાત શાંતિ અને સલામતી વાળું ગુજરાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here