મુંબઈ: સોફી ટર્નર અને જો જોનાસના એક અઠવાડિયું ચાલેલા લગ્ન ફંક્શન બાદ હવે પ્રિયંકા ચોપરા જોનસ પતિ નિક જોનસ સાથે ઇટલીમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરા એક લાખ રૂપિયાના ડ્રેસમાં જોવા મળી. એક લાખ રૂપિયાના આ ડ્રેસમાં પ્રિયંકા ખૂબજ સુંદર લાગી રહી છે. પ્રિયંકાનો આ પ્લંજિંગ નેકલાઇનવાળી ટ્રાવેલ રૈપ ડ્રેસ ડિઝાઇનર Johanna Ortizએ ડિઝાઇન કર્યો છે. અહીં પ્રિયંકા વ્હાઇટ બેઝ ફ્લોરલ ડ્રેસમાં છે તો નિક જોનસ કેઝ્યુઅલ શર્ટ અને શોટ્સમાં જોવા મળ્યા.
છેલ્લા થોડા દિવસોથી પ્રિયંકા અને નિક, સોફી અને જોનાં લગ્નમાં બિઝી હતાં. વેડિંગ ફંક્શનમાં બધે જ બંને સાથે જ દેખાયાં આ દરમિયાન યાચ પાર્ટીમાં નિકે પ્રિયંકાને પાણીમાં પડતાં પણ બચાવી. સોફી અને જોનનાં લગ્નમાં પ્રિયંકાનાં ઇન્ડિયન અટાયરનાં ખૂબ વખાણ થયાં, સબ્યસાચીની સાડીમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી. પ્રિયંકા અને નિક બંને ખૂબજ બિઝી શૂટિંગ શિડ્યૂલ હોવા છતાં મિની વેકેશન્સ પર ઘણીવાર સાથે જોવા મળ્યાં.