સુરત : સ્પાની આડમાં કુટણખાનું ચલાવતો પ્રમોદ શર્મા સિવિલમાંથી નાસી ગયા બાદ ફરી પકડાયો

0
6

વેસુ વીઆઇપી અને કેનાલ રોડ પર સ્પાના નામે ચાલતા સેક્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રમોદ શર્મા ઝડપાયાના 15 કલાકમાં જ 11 દિવસ પહેલા નવી સિવિલમાંથી નાસી ગયો હતો. પોલીસે તેને ફરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. એ દરમિયાન ક્રાઈમબ્રાંચને મળેલી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી પ્રમોદ શર્મા ફરી ઝડપાઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી પ્રમોદ શર્માને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી પ્રમોદ શર્માને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.)

 

બાતમીના આધારે આરોપી ઝડપાયો

ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સાસ રોડ કરજણથી અપહરણ કરી લાવી સગીર વયની છોકરીઓને બળજબરૂપૂર્વક દેહવિક્રય કરાવવાના ગુનામાંપ કાયેલા અને કોરોનાની સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાંથી નાસી ગયેલાઆરોપી પ્રમોદ રામગોપાલ શર્માને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં બાતમીના આધારે પાંડેસરા ઉમિયાનગર-01ના નાકા પાસેથી આરોપી પ્રમોદ રામગોપાલ શર્મા (ઉ.વ.આ.36) રહેવાસી 128 ઉમિયાનગર-1 બમરોલી રોડ પાંડેસરા, મૂળ રહે. જશવંતનગર ઈટાવી યુપી.

વડોદરાની સગીરાએ ભાંડો ફોડ્યો હતો

વેસુ વીઆઇપી રોડ અને કેનાલ રોડ પર ચાલતા 7 સ્પા કે જેમાં સેક્સરેકેટ ચાલતું હોવાનો એક સગીરાએ પર્દાફાશ કર્યો હતો. મુસ્કાન નામની મહિલાએ સગીરાને વડોદરાથી ફરવાના બહાને લઈ આવી દેહવ્યાપારના ધંધા માટે સ્પામાં ધકેલી દીધી હતી. 20 દિવસ પછી સગીરા કંટાળી સ્પામાંથી ભાગી નીકળી હતી. એક જાગૃત મહિલા સગીરાની મદદ માટે દોડી આવી હતી. 181 મહિલા હેલ્પલાઇને સગીરાને ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. દરમિયાન મુસ્કાન શેખ અને 4 સ્પાની મહિલા સંચાલક સહિત 13 જણાની ધરપકડ કરાઈ હતી.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પ્રમોદ શર્મા નામનો આરોપી અગાઉ સને 2017ની સાલમાં ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં દેહવિક્રયના ગુનામાં પકડાયેલા જે અંગે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. હાલ ફરી પકડાયેલા પ્રમોદ શર્માની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here