Friday, April 26, 2024
Homeપ્રાંતિજ : કોગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
Array

પ્રાંતિજ : કોગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.

- Advertisement -

પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા.
જિલ્લા સદસ્ય તથા તાલુકા સદસ્ય ઉપસ્થિત રહ્યા.
વિજળીબીલ, પાણીવેરો, મીલ્કત વેરો, શાળાઓની ફ્રી માફી ને લઇને આપ્યું આવેદનપત્ર.

 

 

સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે વિજળી બીલ, પાણીવેરો, મીલ્કત વેરો અને શાળાઓની ફ્રી માફી કરવાને લઈને આવેદનપત્ર આપ્યું.

 

 

 

હાલ કોરોનાની મહામારી દેશ સહિત વિશ્વ માં ફેલાઈ છે. દેશભરમાં સંક્રમણ થી બચવા માટે સરકાર દ્વારા લોકડાઉન ઉપર લોકડાઉન જાહેર કરવામાં આવતા ધંધારોજગાર ઉપર અસર પડી છે. નાના ધંધાવાળાથી લઈ ને મધ્યમ વર્ગ અને મોટા ધંધા ઉપર અસર પડી છે. લોકો પાસે ધંધા વગર અને પૈસા વગર હાલત કફોડી બની છે. તો આવા લોકોની ચિન્તા કરી ને પ્રાંતિજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા વિજળી બીલ, પાણીવેરો, મીલ્કત વેરો, દુકાન વેરો, તથા ખાનગી શાળાઓ દ્વારા પ્રથમ સત્ર ની ફ્રી માફ કરવા સહિતની વિવિધ માગણીઓ સાથે આજરોજ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પહોચી ને હાજર નાયબ મામલતદાર મિતેશ ભાઇ ચૌધરી ને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા સદસ્ય રામસિંહ, તાલુકાપંચાયત કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ, તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, રેખાબેન સોલંકી, નગરપાલિકા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ, સંજયભાઈ પટેલ, નીરૂબેન પટેલ, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ અનુસાર મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપ્યું હતું.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular