પ્રાંતિજ અંબર્ટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની માં ગણેશ મહોત્સવ ની કરવામા આવેલ ધામધૂમ ઉજવણી .

0
36

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ના ગળતેશ્વર રોડ ઉપર આવેલ અંબર્ટો સિરામિક કંપનીમાં છેલ્લા છ વર્ષ થી  ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.

 

ગણેશ મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા .

ઓફિસ સ્ટાફ સહિત કામદારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો  .

 

પ્રાંતિજ નજીક આવેલ અંબર્ટો સિરામીક ઇન્ટરનેશનલ પ્રા.લી.કંપની ખાતે વિધ્નહર્તા ભગવાન  ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું છે અને સવાર સાંજ દાદાની આરતી ઉતારી વિવિધ ભાવતા ભોજન પ્રસાદ સહિત દાદાની સેવા કરવામાં આવે છે જયારે ગણેશ મહોત્સવ ને લઇને અંબર્ટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશસુતિ , ફિલ્મીગીતો  , એક પાત્ર અભિનય  , ગરબા સહિત ના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં જયારે આ પ્રસંગે  પ્રેસિડેન્ટ કો.ઓપરેટર  ધમેન્દ્ર જાની , પી.જી.એમ એન્ડમીન  આર.કે.દાસ ,  ર્ડા.એન.કે.ડેરીયા , વિશ્વેશ્વર  ગોસ્વામીભાઇ સહિત કંપનીનો સ્ટાફ અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ જયદિપ કરકરે તથા મન પ્રિત  દ્રારા કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here