પ્રાંતિજ ખાતે નવી બનેલ પોલીસ ચોકી નું લોકાર્પણ કરવામાં આવ્યું.

0
14

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે નવીન તૈયાર થયેલ પોલીસ ચોકી નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

સાબરકાંઠા એસપી દ્વારા લોકાપણ કરવામાં આવ્યું .
પોલીસ ચોકી તૈયાર થતા નગરજનો માં ખુશી.
પ્રજાસત્તાક દિન ના દિવસે લોકાપણ થયું.
નગરના અગ્રણીઓ આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યાં.

બાઈટ : ચૈતન્ય રવિન્દ્ર મંડલીક (સાબરકાંઠા એસપી) 

પ્રાંતિજ ખાતે લાન્યસ ગુપ દ્વારા બનાવવામાં આવેલ પોલીસ ચોકી રોડ નું નવીકામ ને લઇને આર બી વિભાગ દ્વારા વચ્ચે નડતર રૂપ થતાં જેતે સમયે જમીન દોષ કરવામા આવી હતી અને ત્યાર બાદ પ્રાંતિજ ભાખરીયા વિસ્તારમાં પોલીસ ચોકી ના હોવાથી કાઇમ માં વધારો થયો હતો તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ના આંબેડકર શોપિંગ માં બીજા માળે એક દુકાન માં પોલીસ ચોકી શરૂ કરવામા આવી હતી પણ જમીન દોષ કરેલ પોલીસ ચોકી થી દશ કદમ પાછળ અદ્યતન ચોકી બનાવતા નગરજનો માં ખુશી નો માહોલ જોવા મલ્યો હતો તો આજરોજ ૨૬ મી જાન્યુઆરી ના રોજ સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં સાબરકાંઠા ડીવાયએસપી કે.એચ.સૂર્યવંશી , પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત ,  નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , રઇશભાઇ કસ્બાતી , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , ભરત ભાઇ ફડીયા , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , પ્રાંતિજ ટાઉન જમાદાર હરીચંદ્ર સહિત પોલિસ સ્ટાફ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here