સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઓરાણ ખાતે આવેલ ઓરાણ પ્રાથમિક શાળા નંબર-૨ મા લગાવેલા સીસીટીવી કેમેરા ની તોડફોડ કરી વાયરો કાપી નાખી નુકસાન કરાતા આચાર્ય દ્વારા પોલીસ ફરીયાદ થઇ .
પ્રાંતિજ તાલુકા ના ઓરાણ ખાતે આવેલ ઓરાણ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે ગામના સરપંચ સૈયદ કરામત અલી બાકરઅલી દ્વારા શાળા ને અદ્યતન શાળા તથા શાળા માં ચાલતાં કામકાજ અને રાત્રી દરમ્યાન શાળા કંપાઉન્ડ મા કોઇ ગેર કાયદેસર પ્રવૃતિઓ ના થાય તેવા આશ્રય થી શાળા માં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હતા તો આજે શાળા સમયે શાળા ના આચાર્ય તથા શાળા સ્ટાફ સવારે શાળા એ આવતા બહાર લગાવેલ ત્રણ કેમેરા તૂટેલા તથા વાયરો ના ટુકડાઓ કરેલા અને દશ હજાર જેટલુ નુકસાન કરેલ જોવા મળતાં આ અંગેની જાણ શાળા ના આચાર્ય મીરાબેન દ્વારા સરપંચ તથા શાળા એસ.એમ.સી ના સભ્યો ને કરી હતી અને તાત્કાલિક એસ.એમ.સી ના સભ્યો ની મિટીંગ બોલાવી હતી તો શાળા ના આચાર્ય મીરાબેન દ્વારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી તો આચાર્ય મીરાબેન નિનામા દ્વારા અજાણ્યા અસમાજીક તત્વો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતાં પ્રાંતિજ પોલીસ ફરીયાદ લઇને આગળ ની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા