કોર્ટની અવમાનના મામલામાં પ્રશાંત ભૂષણ દોષીત જાહેર, સજા સંભળાવાશે 20 ઓગસ્ટે

0
3

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનનાના કેસમાં પ્રશાંત ભૂષણને અવમાનનાનો દોષિત હોવાનું ઠેરવ્યું છે. આ અંગે 20 ઓગસ્ટે ચર્ચા થશે અને સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે 2009માં કહ્યું હતું કે પૂર્વના 16માંથી અડધા ચીફ જસ્ટિસ (CJI) ભ્રષ્ટ હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હવે તે જોશે કે પ્રશાંત ભૂષણ પાસે આ નિવેદનથી પ્રથમ દ્રષ્ટાં કોર્ટની અવમાનના થાય છે.

આપને જણાવી દઈએ કે વકીલ પ્રશાંત ભૂષણએ સુપ્રિમ કોર્ટના 4 પૂર્વ સીજેઆઈ પર કથિત રીતે અપમાન જનક ટ્વીટ કર્યું હતું. જેને કંટેમ્પટ ઓફ કોર્ટ માનવામાં આવ્યું છે.

હવે તેની સજા પર 20 ઓગસ્ટે ચર્ચા થશે. સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્ર પ્રત્યે બે અપમાનજનક ટ્વીટ્સ કરવા બદલ એડવોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ સ્વ-શરૂ કરેલા તિરસ્કારની કાર્યવાહીમાં ભૂષણને દોષિત ઠેરવ્યા છે. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠે ભૂષણને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો.

ઉપરાંત સુપ્રીમ કોર્ટે શરજીલ ઈમામની અરજી પર સુનાવણીને આગામી અઠવાડિયા માટે સ્થગિત કરી લીધી છે. શરજીલએ અરજી કરીને તમામ પોતાની સામે થયેલી એફઆઈઆઈને એક સાથે ક્લબ કરી દેવાની માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here