Thursday, August 11, 2022
Homeકિઆ સોનેટનું ₹25,000માં પ્રિ-બુકિંગ શરૂ, 57 કનેક્ટેડ ફીચર્સથી સજ્જ આ કાર ઓનલાઇન...
Array

કિઆ સોનેટનું ₹25,000માં પ્રિ-બુકિંગ શરૂ, 57 કનેક્ટેડ ફીચર્સથી સજ્જ આ કાર ઓનલાઇન અને ઓફલાઇન બુક કરી શકાશે

- Advertisement -

સાઉથ કોરિયન કંપની કિઆ મોટર્સે તેની ન્યૂ સબકોમ્પેક્ટ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) સોનેટનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. જો કે, કંપનીએ અત્યારે આ કારની કિંમતને લઇને કોઈ જાણકારી નથી આપી. આ કાર આવતા મહિને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ કારની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે.

આ કારનું બુકિંગ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે કરી શકાય છે. એટલે કે તેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને અથવા તો ડીલરશિપ પર જઇને બુકિંગ કરી શકાય છે. કાર બુક કરાવવા ગ્રાહકે 25 હજાર રૂપિયા ટોકન અમાઉન્ટ આપવી પડશે.

કિઆ સોનેટની બુકિંગ પ્રોસેસ

ઓફલાઇન બુકિંગ પ્રોસેસઃ જો તમે આ સબોમ્પેક્ટ SUV ઓફલાઇન બુક કરવા માગતા હો તો તમે તમારી નજીકના કિઆના શોરૂમ પર જઇને તેનું બુકિંગ કરી શકો છો. આ માટે તમારે 25 હજા રૂપિયાની ટોકન અમાઉન્ટ આપવી પડશે. જો તમે બુકિંગ કેન્સલ કરાવશો તો સંપૂર્ણ પૈસા રિફંડ આપી દેવામાં આવશે. બુકિંગ દરમિયાન કલર ઓપ્શન અને વેરિઅન્ટ પણ સિલેક્ટ કરી શકાય છે.

ઓનલાઇન બુકિંગ પ્રોસેસઃ આ માટે તમે ઓફિશિયલ લિંક www.kia.com/in/our-vehicles/sonet/showroom.html પર જવાનું રહેશે. અહીં પ્રિ-બુકિંગના ઓપ્શન પર ક્લિક કરો. હવે કંપની દ્વારા પૂછવામાં આવનારી તમામ ડિટેલ્સની જાણકારી આપવાની રહેશે. ત્યારબાદ સાઇનઅપ કરીને 25 હજાર રૂપિયાનું પેમેન્ટ કરી દો. જો બુકિંગ કેન્સલ કર્યું તો કુલ અમાઉન્ટમાંથી 250 રૂપિયા કાપી લેવામાં આવશે.

કિઆ સોનેટનાં સ્પેશિયલ ફીચર્સ
કિઆ મોટર્સ ઇન્ડિયાના MD અને CEO કુકુન સિમે કહ્યું કે, ભારત વિશ્વનો પહેલો દેશ છે જ્યાં સોનેટનું વેચાણ પહેલા શરૂ થશે. અમે તેનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે અને અમને વિશ્વાસ છે કે આ SUVનું દેશમાં સારી રીતે સ્વાગત થશે. કિઆ સોનેટને આંધ્રપ્રદેશમાં કંપનીના અનંતપુર પ્લાન્ટમાં બનાવવામાં આવી છે. આ કાર ભારતથી મધ્ય પૂર્વ, આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયા સહિત 70થી વધુ માર્કેટમાં નિકાસ કરવામાં આવશે.

કિઆ સોનેટનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • સેલ્ટોસની જેમ કિઆ સોનેટ પણ ડ્યુઅલ ટ્રિમ કોન્સેપ્ટ સાથે આવશે. તેમાં 4.2 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેની સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, સનરૂફ પણ આપવામાં આવ્યું છે.
  • તેમાં નેવિગેશન અને લાઇવ ટ્રાફિક જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. વાઇરસ પ્રોટકેશન સાથે એર પ્યૂરિફાયર પણ મળશે. આ SUVમાં વાયરલેસ ચાર્જર, રિમોટ એન્જિન સ્ટાર્ટ, મલ્ટિ ડ્રાઇવ વગેરે ફીચર્સ પણ આપવામાં આવશે.
  • સોનેટમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે સબ 4 મીટર કેટેગરીમાં સૌથી મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કાર UVO કનેક્ટેડ ટેક્નોલોજીથી સજ્જ છે, જેમાં 57 કનેક્ટેડ ફીચર્સ સામેલ છે.
  • આ કાર વેન્ટિલેટેડ ફ્રંટ સીટવાળી તેના સેગમેન્ટની પહેલી કાર છે. આ ઉપરાંત, તેમાં 6 સ્પીડ MT સાથે ઓપ્શનલ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે કોઈ અન્ય કારમાં નથી.
  • સેલ્ટોસની જેમાં તેમાં LED સાઉન્ડ મૂડ લાઇટ્સ આપવામાં આવી છે, જે મ્યૂઝિકના બીટ્સ અનુસાર બદલાય છે. તેમાં રિઅર પાર્કિંગ સેન્સર સાથે ફ્રંટ પાર્કિંગ સેન્સર પણ મળશે. આ સેગમેન્ટમાં આવાં ફીચર્સ ધરાવતી આ પહેલી કાર છે.
  • સોનેટમાં બે પેટ્રોલ એન્જિન 1.2 લિટર ફોર સિલિન્ડર અને 1.0 લિટર GDi ટર્બો પેટ્રોલ એન્જિન પણ મળશે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડી શકાય છે.
  • સોનેટ કુલ 10 કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં બેઝ ગોલ્ડ, ઇન્ટેલિજન્સી બ્લુ, અરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ, ગ્રેવિટી ગ્રે, સ્ટિલ સિલ્વર, ગ્લેશિયર વ્હાઇટ પર્લ, બેજ ગોલ્ડ + ઓરોરા બ્લેક પર્લ, ગ્લેશિયર વ્હાઇટ પર્લ + ઓરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ + ઓરોરા બ્લેક પર્લ સામેલ છે.
  • આ કારની એક્સ શોરૂમ કિંમત 8 લાખથી 12 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મારિત સુઝુકી વિટારા બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ અને મહિન્દ્રા XUV300 સાથે થઈ શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular