લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘરાજાનું આગમન, અતિભારે વરસાદની આગાહી

0
20

આગાહીના પગલે નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયુ છે. આજે વહેલી સવારથી નવસારી જીલ્લાના કેટલાક ભાગોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.

લાંબા વિરામ બાદ ફરી એક વખત નવસારી જીલ્લાના કાંઠાના વિસ્તારમાં ધીમીધારે મેઘરાજાનું આગમન થયુ છે. જીલ્લાના અરૂ, દાંડી, કરાડી સહિતના વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી:

ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતાં હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 26 અને 27 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. 28 તારીખે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here