હવામાન ખાતા દ્વારા 10 અને 11 માર્ચ એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી

0
14

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કમસોમી વરસાદ પડી રહ્યો છે હજુ ફરી એક વાર હવામાન ખાતા દ્વારા 10 અને 11 માર્ચ એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માવઠાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે .

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે 10 મી માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવશે જેથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ સહિત કચ્છના કેટલાક વિસ્તારમાં માવઠાની પ્રબળ શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ત્રણ – ચાર દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પલટાના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો વરસાદી વાતાવરણના લીધે ઠંડીનો અહેસાસ વર્તાવા લાગ્યો હતો .

જાણો કેવું રહેશે વર્ષ અંબાલાલે હોળીની જ્વાળાઓ પરથી આગાહી ભાખી !

હોળીની જ્વાળાઓ પરથી અમુક શાસ્ત્રીઓ વર્ષ કેવું રહેશે તે જણાવતા હોય છે ત્યારે હોળીની જ્વાળા પરથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વર્ષનો વરતારો કર્યો છે હોળી પ્રગટાવીને તેની પવનની દિશા પ્રમાણે આધારે વર્ષ કેવું રહેશે તે આધારિત વર્ષનો વરતારો કરવામાં આવે છે ત્યારે આ વર્ષનો વરતારો કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષનો પવન દક્ષિણથી ઉત્તર તરફનો છે જે દર્શાવે છે કે વરસાદ અનિયમિત રહેશે અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ રહેશે ખાસ કરીને દરિયા કાંઠા ખાતે અતિ વૃષ્ટિ માફકનો વરસાદ સૂચવે છે પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ હોળીમાં આદિ કાળથી અંગારા પર ચાલવાની અહીંયા પરંપરા આજે પણ અકબંધ છે જે લોકો અંગારા પર ચાલે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરશે તેવો સૌ કોઇને અહીંયા વિશ્વાસ વ્યક્ત કરે છે .

કાલે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાના એંધાણ

રાજસ્થાનમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડશે જ્યારે બીજા દિવસે 11 મી માર્ચના રોજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી જારી કરવામાં આવી છે ત્રણેય ઋતુના અહેસાસમાં રોગચાળો વધવાની શક્યતાઓ વધશે તેવુ તબીબો જણાવી રહ્યાં છે .

ખેડૂતોની હાલત કફોડી બનશે

રાજ્યમાં ચાલુ વર્ષે નૂતન વર્ષથી શ રૂ થયેલી માવઠાની મોસમ જાણે કે અટકવાનું નામ લેતી નથી ઉપરા – ઉપરી કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતી પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોની ગણતરીઓ ઊંધી પડી રહી છે હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે તે જોતાં માવઠું થશે તો ખેડૂતોની હાલત કફોડી બનશે તેમાં બેમત નથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here