ઑનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ પ્રેગ્નન્ટ મહિલાને વેજ થાળીના બદલે નૉન-વેજ થાળી મોકલી દીધી. X પર આ અંગે ફરિયાદ કરવામાં આવી. કંપનીનો દાવો છે કે તેનું સોલ્યુશન આપવામાં આવ્યું છે.તમે વેજિટેરિયન છો અને નૉન-વેજ ફૂડ જોતા જ તમને જરૂરથી ચીડ ચડી જશે. એવામાં જો કોઈ તમને નૉન-વેજ થાળી પીરસે તો તમારું રિએકશન કેવું હશે? સાચેમાં ગુસ્સો આવી જશે. ઑનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ એક પ્રેગ્નન્ટ મહિલા સાથે આવું જ કર્યું. આ અંગે ફરિયાદ કરવામાં આવી તો હેડલાઇન્સ બની ગઈ. Zomatoએ કહ્યું કે, કસ્ટમરને સંભવિત ઉકેલ ઑફર કરવામાં આવ્યો છે.
એક પ્રેગ્નન્ટ મહિલા વેજ ડાયેટ પર હતી. તેણે Zomato પરથી વેજ થાળી મંગાવી. જેમ ફૂડ ઘરે પહોંચ્યો અને મહિલાએ તેને ખોલીને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. તેને નૉન-વેજ થાળી મળી હતી. મહિલાના પતિએ X પોતાની સ્થિતિ શેર કરી. X પોસ્ટ મુજબ, તેનું નામ શોભિત સિદ્ધાર્થ છે. તેણે એક્સ પર પોતાના અનુભવો શેર કરતા Zomatoની સર્વિસ પર સવાલો ઊભા કર્યા હતા.
શોભિતે X પર લખ્યું કે, Zomato Careએ બતાવવું જોઈએ કે, જ્યારે એક પનીર થાળી મંગાવવામાં આવી ત્યારે નૉન-વેજ થાળી કેમ મોકલવામાં આવી. શું તમે એવું ઈચ્છો છો કે શાકાહારી વ્યક્તિ ચિકન ખાય. ઝોમેટે કેરે આ અંગે સમજાવવું પડશે. એટલું જ નહીં, તે એક પ્રેગ્નન્ટ લેડી છે, જો તેણે અજાણતાં આ ખાવાનું ખાઈ લીધું હોત તો?ત્યારબાદ Zomatoએ વ્યક્તિની પોસ્ટ પર બે વાર જવાબ આપ્યો. ઝોમેટોએ પોતાના તરફથી કહ્યું કે, કંપનીએ તે મહિલા જોડે વાતચીત કરી છે અને ઉકેલ આવી શકે તેવો ઓફર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર 2023માં Zomatoને સમાન મુદ્દાને લઈને ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ (II) જોધપુર દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બિઝનેસલાઈનના રિપોર્ટ પ્રમાણે કંપનીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત સાબિત થઈ હતી. એક કસ્ટમરે ફરિયાદ કરી હતી કે તેણે શાકાહારી ફૂડનો ઑર્ડર કર્યો હતો, પરંતુ તેણે માંસાહારી ખાવાનું મોકલવામાં આવ્યું હતું. જો કે, મેક્ડોનાલ્ડસમાંથી આ ફૂડ ઑર્ડર કરાયો હતો તો ફોરમે કહ્યું હતું કે, બંનેએ તેની જવાબદારી લેવી જોઈએ અને દંડ આપવો જોઈએ.