પ્રીમેચ્યોર બાળક : ફક્ત સાડાચાર મહિને બાળકનો જન્મ, ડૉક્ટરોએ કહ્યું હતું- બચવાની આશા 0%

0
0

એક પ્રીમેચ્યોર બાળક, જેનો જન્મ સમયથી 131 દિવસ પહેલાં થયો. વજન હતું ફક્ત 338 ગ્રામ, જે દુનિયામાં જન્મેલા કોઈપણ પ્રીમેચ્યોર બાળકથી સૌથી ઓછું હતું. તેની બચવાની આશા પણ ખૂબ જ ઓછી હતી, પણ જીવનના તમામ પડકારો અને લોકોની આશંકાઓને ખોટી સાબિત કરી તે જિંદગીનો જંગ જીતી ગયો છે. હવે તે એક વર્ષનું થઈ ગયું છે. તેણે શનિવારે પોતાનો પ્રથમ જન્મદિવસ પણ મનાવ્યું.

અમેરિકામાં જન્મેલા આ બાળકનું નામ રિચર્ડ સ્કૉટ વિલિયમ હચિન્સન છે. રિચર્ડ દુનિયાનું પ્રથમ બાળક છે, જેનો જન્મ 270 દિવસ( 9 મહિના)ની જગ્યાએ ફક્ત 139 દિવસમાં થઈ ગયો. એને લીધે રિચર્ડનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રિચર્ડનાં માતા-પિતા કહે છે કે તેમના દીકરાએ તેના તમામ શારીરિક અવરોધોને પાર કરી લીધા છે. તે અન્ય બાળકોની જેમ સામાન્ય અને સ્વસ્થ છે. પિતા રિક કહે છે, ખબર હતી કે રિચર્ડના જીવનનાં પહેલાં અમુક સપ્તાહ ખૂબ જ કઠિન હશે, પણ વિશ્વાસ હતો કે તે અવરોધોને પાર કરી લેશે અને બચી જશે. માતા બેથ કહે છે, કોરોનાને કારણે રિચર્ડને મુશ્કેલીથી બહાર આવવામાં મદદ મળી. તે અમારા પર ભરોસો કરી રહ્યો હતો. હોસ્પિટલમાં આશરે 6 મહિના સુધી રહ્યા બાદ રિચર્ડ પહેલીવાર 20 ડિસેમ્બર 2020ના રોજ ઘરે આવ્યો. એ દિવસે ઘરના ઘોડિયામાં રિચર્ડને જોઇ આંખો ભીની થઈ ગઈ હતી.

રિચર્ડનાં માતા-પિતાએ કહ્યું – ખુશી છે કે દીકરાએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
રિચર્ડનાં માતા-પિતા કહે છે કે અમને આશ્ચર્ય અને ખુશી છે કે રિચર્ડે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આજે રિચર્ડની કહાણી આખી દુનિયા જાણી રહી છે. એનાથી એ માતા-પિતાને પણ મદદ મળશે, જેમનાં બાળકો પ્રીમેચ્યોર થયાં છે. ગિનીસ બુક અનુસાર, રિચર્ડનું શરીર એટલું નાનું હતું કે તેનાં માતા-પિતા તેને એક હથેળીમાં પણ પકડી શકતાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here