કોરોના દુનિયામાં : બેલ્જિયમમાં ફરી કડક લોકડાઉનની તૈયારી, અમેરિકામાં ફેબ્રુઆરી સુધી પાંચ લાખ મોતની આશંકા

0
24

દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.24 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 14 લાખ 86 હજાર 198 દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 11.48 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના જણાવ્યા પ્રમાણે, યૂરોપિયન દેશોમાં સંક્રમણની બીજી લહેર આખી દુનિયામાં સૌથી ખતરનાક સાબિત થઈ રહી છે. બેલ્જિયમ સરકારે બીજા અને સખત લોકડાઉનની તૈયારી કરી લીધી છે. સાથે જ અમેરિકામાં ફેબ્રુઆરી સુધી પાંચ લાખ મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બેલ્જિયમમાં હવે સખત લોકડાઉન થશે

કોરોના વાઈરસ શરૂ થયા પછી બેલ્જિયમ સરકાર બીજી વખત નેશનલ લોકડાઉન લગાવવા જઈ રહી છે. આ વખતે લોકડાઉન પહેલાની તુલનામાં વધુ કડક હશે. સરકારે હાલ હોસ્પિટલ્સને એલર્ટ પર રાખી છે. આ સાથે જ નોન અર્જન્ટ સર્જરીને ટાળવાનો નિર્ણય પણ લેવાયો છે. જેનો હેતું હોસ્પિટલમાં ભીડ ઓછી કરવાનો અને હોસ્પિટલમાં બેડ ખાલી રાખવાનો છે. નવા વડાપ્રધાન એલેક્ઝેન્ડર ડી ક્રૂએ કહ્યું કે, આ સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. આપણે ઝડપથી આપણી સિસ્ટમનું સમારકામ કરવું પડશે. તમામ પ્રકારની ઈવેન્ટ્સ રદ્દ કરી દેવાઈ છે. પાર્કને બંધ કરી દેવાયા છે.કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપી દેવાયા છે. તમામ પ્રકારના હોટલ, બાર અને રેસ્ટોરન્ટ્સ પણ બંધ છે.

અમેરિકામાં મોતનો આંકડો વધી શકે છે

એક નવા સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ફેબ્રુઆરી સુધી સંક્રમણથી મોતની સંખ્યા પાંચ લાખને પાર થઈ શકે છે. અમેરિકન ચૂંટણીમાં આ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે દબાણમાં છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને એક રિસર્ચમાં કહ્યું કે, બીજી લગેર પર કાબુ નહીં મેળવાય તો પાંચ લાખ 11 હજાર લોકોના મોત થઈ શકે છે. સ્ટડી પ્રમાણે, જો સાવધાની રાખવામાં નહીં આવે અને વેક્સિન નહીં આવે તો વધુ ત્રણ લાખ લોકોના મોત થઈ શકે છે. અને આવું થવામાં લગભગ ચાર મહિના લાગશે.

ફ્રાન્સમાં બીજી લહેર ઘાતકી સાબિત થશે

ફ્રાન્સની હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે, દેશમાં સંક્રમણની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. જેની સામે પહોંચી વળવા માટે ઈમરજન્સી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના 9 શહેરમાં પહેલાથી જ નાઈટ કર્ફ્યૂ હતો. હવે તેને અન્ય ક્ષેત્રમાં લાગુ કરવાની તૈયાર કરવામાં આવી છે. શુક્રવારે અહીંયા 43 હજાર નવા કેસ નોંધાયા હતા. શનિવારે આ આંકડો થોડોક ઘટીને 41 હજાર પર આવી ગયો હતો. હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા પરણ ઝડપથી વધી રહી છે.

સ્પેનમાં 34 હજાર લોકોના મોત

પશ્વિમ યૂરોપમાં સ્પેન એવો પહેલો દેશ છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા હવે 10 લાખથી વધુ થઈ ગઈ છે. સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે બીજી લહેર વધુ ઘાતકી સાબિત થવાની આશંકા છે, જેથી કડક પ્રતિબંધ લગાડવામાં આવશે. બીજી બાજુ ફ્રાન્સમાં પણ આ જ સ્થિતિ છે. અહીંયા પણ 10 લાખથી વધુ કેસ નોંધાયા છે. 34 હજારથી વધુ લોકોના મોત થયા છે. 9 શહેરમાં કર્ફ્યૂ લગાવ્યા પછી સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. પહેલા એક દિવસમાં લગભગ 40 હજાર સુધી કેસ નોંધાયા હતા. બુધવારે અહીંયા 25 હજાર નવા કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here