કંગના રનૌતની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધાકડ’ની તૈયારીઓ શરુ

0
7

એક્ટ્રેસ કંગના રનૌત હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ની તૈયારીઓ કરી રહી છે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં કંગના એક ફીમેલ સ્પાયના રોલમાં દેખાશે. શુક્રવારે કંગનાએ ફિલ્મની તૈયારીઓ દેખાડતા અમુક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. ફોટોમાં મેકઅપ આર્ટિસ્ટ તેના ચહેરાનું પ્રોસ્થેટિક મેઝરમેન્ટ લેતો દેખાઈ રહ્યો છે.

ફોટો શેર કરી કંગનાએ લખ્યું, ‘ફિલ્મ ‘ધાકડ’ માટે આજે મારા ફેસનું પ્રોસ્થેટિક મેઝરમેન્ટ લેવામાં આવ્યું. જાન્યુઆરીની શરુઆતમાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે. ઇન્ડિયન સિનેમા માટે આ ફિલ્મથી એક નવા યુગની શરુઆત પણ થશે. પ્રથમવાર કોઈ ફ્રેન્ચાઈઝી વુમન લીડ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ લઈને આવી રહી છે. ટીમનો આભાર.’

પ્રોસ્થેટિક મેકઅપ એટલે શું?

પ્રોસ્થેટિક મેકઅપ એક એડવાન્સ મેકઅપ પ્રોસેસ છે. આ પ્રોસેસ દ્વારા બોડીના કોઈ પણ પાર્ટને ઈચ્છીએ તેવો આકાર આપી શકાય છે. આજકાલ લગભગ બધા સ્ટાર્સ આ પ્રોસેસનો ઉપયોગ કરવા લાગ્યા છે. કંગનાએ આની પહેલાં ‘થલાઈવી’ ફિલ્મમાં પણ આ પ્રોસેસનો ઉપયોગ કર્યો હતો.

‘થલાઈવી’માં કંગના જયલલિતાના રોલમાં દેખાશે. આ ફિલ્મ માટે કંગનાએ વજન પણ વધાર્યું હતું. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મ એ. એમ વિજયમાં ડિરેક્શનમાં બનેલી છે. ‘ધાકડ’ ઉપરાંત કંગના ‘તેજસ’ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here