બનાસકાંઠા : જસરામાં મહાશિવરાત્રીના અશ્વમેળાની તડામાર તૈયારીઓ શરૂ

0
151

ભારતના ગૌરવવંતા ઈતિહાસમાં ઘોડાઓનું વિશેષ મહત્વ રહેલ છે રાજા-મહારાજાઓ પોતાના સૈન્યમાં જાતવાન ઘોડાઓ રાખતા અને એ ઘોડાઓની મદદથી યુદ્ધ જીતતા હતા રાજા-મહારાજાઓ પોતાની શાન અને રુઆબ માટે પણ ઘોડાઓ નો ઉપયોગ કરતા હતા પરંતુ જેમ જેમ ટેક્નોલોજીનો પ્રમાણ વધતું ગયું એમ-એમ ઘોડાઓ નું મહત્વ ઓછું થવા લાગ્યું આજે યુદ્ધના મેદાન થી લઈને મુસાફરીમાં ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે ઘોડાઓનો ઉપયોગ ઓછો થવાથી તેનું મહત્વ અને તેની સાર સંભાળ પણ ઓછી થવા લાગી છે ત્યારે આ લુપ્ત થતી અશ્વ સંસ્કૃતિને બચાવવા માટે અને નવી પેઢીને તેનાથી માહિતગાર કરવા માટે જસરા ખાતે આજથી આઠ વર્ષ પહેલા જસરા ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ અને જેમને અશ્વ પ્રત્યે વિશેષ લગાવ છે એવા મહેશભાઈ દવે દ્વારા જસરા ગામમાં અશ્વ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ વર્ષ થી જ ખૂબ સારો આવકાર અને સફળતા પ્રાપ્ત થઈ અને ત્યાર પછી ક્રમશઃ આ મેળો પ્રગતિકારક બનતો રહ્યો અને ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં નામના પ્રાપ્ત કરતો રહ્યો.

ફાઈલ ફોટો

આ મેળામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના અશ્વ માલિકો પોતાના જાતવાન અશ્વો લઇને જસરાના મેળામાં આવે છે આ મેળામાં વિવિધ પ્રકારની હરીફાઈઓ જેવી છે રવાળ ચાલ-પાટી દોડ-નાચ- રૂપરંગ વગેરે યોજવામાં આવે છે તેમજ અશ્વોની લે-વેચ પણ થાય છે ધીમે ધીમે આ અશ્વ મેળામાં ઊંટની પણ હરીફાઈઓ શરૂ કરવામાં આવી તેમજ લોકોને મનોરંજન મળી રહે તેના માટે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો અને કળાઓ પણ રજૂ કરવામાં આવે છે આ મેળામાં આનંદ મેળો પણ લગાવવામાં આવે છે જે રાત્રે મોડા સુધી ચાલુ રહે છે ત્યારે જસરા જેવા નાનકડા ગામમાં આ મેળો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકમુખે પ્રસંશાપાત્ર બની ગયો છે આ મેળાને માણવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને દૂર દૂર થી લોકો આવતા હોય છે ત્યારે આ વખતે આ જસરામાં મહાશિવરાત્રીનો મેળો તારીખ ૧૮/૦૨/૨૦૨૦ થી ૨૧/૦૨/૨૦૨૦ એમ ચાર દિવસ સુધી યોજાવાનો છે.

શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ- ધ સ્ટડબુક એન્ડ હોર્સ બ્રિડર્સ ફેડરેશન અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહકારથી આ ચાર દિવસનો મેળો રંગેચંગે યોજાશે જેમાં ગુજરાત રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના અશ્વ માલિકો પોતાના જાતવાન અશ્વો લઇને મેળામાં ભાગ લેશે આ મેળામાં વિવિધ અશ્વ હરીફાઈઓ યોજાવાની છે તે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે સમગ્ર મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજજ બનાવવામાં આવી રહ્યું છે તેમજ મેળા દરમિયાન  લોકોની સુરક્ષા માટે પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે  આ મેળામાં ભારત દેશનો નંબર વન અને ૧ કરોડથી વધારે કિંમતનો પાડો પણ આવવાનો હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ મેળામાં ગુજરાત પોલીસ દળના જાતવાન અશ્વો પોતાના દિલધડક કરતબો રજુ કરવાના છે તે સિવાય ઊંટની પણ વિવિધ હરીફાઈઓ થશે અને ડોગ શો યોજાશે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પડ્યો જવાના છે આ મેળાને માણવા માટે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ વિવિધ પક્ષોના પદાધિકારીઓની સહકારી અને સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે લાખણી તાલુકાના જસરા ગામ માં આ મેળો મેળાને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને મેળા સમિતિ દ્વારા પણ આ મેળાને ચાર ચાંદ લગાવવા માટે તળાવમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મેળાના મેદાનમાં જે વિવિધ પ્રકારના સ્ટોર લગાવવાના છે તેનું પણ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે મહાશિવરાત્રી ના દિવસે આવનાર તમામ લોકો માટે શક્કરિયાના શિરાના મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવનાર છે આમ જસરા જેવા નાનકડા ગામમાં મેળાને લઇને ઉત્સાહ ભર્યો માહોલ ઉભો થયો છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા