Friday, March 29, 2024
HomeUncategorizedદિલ્લી : કોરોનાના કેસો વધતાં લોકડાઉન લાદવાની તૈયારી

દિલ્લી : કોરોનાના કેસો વધતાં લોકડાઉન લાદવાની તૈયારી

- Advertisement -

દેશભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટના  કેસ સામે આવ્યા બાદ દિલ્હી સરકાર સતત નજર રાખી રહી છે. એવામાં એકવાર ફરી સવાલ ઉઠવા લાગ્યા છે કે શું દિલ્હીમાં ફરીથી લોકડાઉન લાગશે? દિલ્હીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ નોંધાઇ ચૂક્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને લોકાડાઉન લગાવવાની તમામ આશંકાઓને ફગાવી દીધી છે. સત્યેન્દ્ર જૈને ન્યૂઝ એજન્સીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે ગ્રેડેડ  રેસ્પોન્સ એક્શન પ્લાન  તૈયાર છે, જેમ કેસ અને પોઝિટિવિટી રેટ વધશે, આવશ્યક અનુસાર આ પ્લાનને  લાગુ કરવામાં આવશે.

સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 0.50 ટકા છેલ્લા પાંચ મહિનાથી છે. એવામાં લોકડાઉનનો  સવાલ નથી. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ દુનિયાના અનેક દેશોમાં ફેલાઇ રહ્યો છે એવામાં અમારું ધ્યાન ટેસ્ટિંગ,  ટ્રેસિંગ અને બહારથી આવનારા મુસાફરોને આઇસોલેશન પર છે. સૌથી વધુ ધ્યાન એ દેશોમાંથી આવનારા મુસાફરો પર છે જ્યાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.

દિલ્હી સરકાર એ તમામ લોકોના  ટેસ્ટ કરી રહી છે જે ઓમિક્રોન વેરિઅન્ટની સૌથી વધુ પ્રભાવિત છે. વાસ્તવમાં ઓમિક્રોન વેરિઅન્ટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી ફેલાય છે. જૈને કહ્યું કે તમામ સ્થિતિ પર સરકાર નજર રાખી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular