જમ્મૂ-કાશ્મીરમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી, 15 ઓગસ્ટ બાદ બે જિલ્લામાં શરૂ કરાશે ટ્રાયલ

0
4

કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ એર્ટોની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે 15 ઓગસ્ટ પછી જમ્મૂ તેમજ કાશ્મીરના એક-એક જિલ્લામાં 4G ઇન્ટરનેટ સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે સમિતિએ નિર્ણય લીધો છે કે જમ્મૂ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા વ્યાપક આકરણી કર્યા બાદ આપવામાં આવશે, બે મહિના પછી તેના પરિણામની સમીક્ષા કરવામાં આવશે.

  • જમ્મૂ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ શરૂ કરવાનો મામલો
  • કેન્દ્ર સરકારનો સુપીમ કોર્ટમાં જવાબ
  • સુરક્ષાને લઈ ખતરો યથાવત હોવાનું કમિટીનું સૂચન
  • 2 સ્થળો પર ફુલ સ્પીડ ઈન્ટરનેટનો પ્રયોગ કરીશું

સુપ્રિમ કોર્ટે જૂનમાં એક બિન સરકારી સંગઠન ‘ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર અને જમ્મૂ-કાશ્મીર તંત્ર સામે સુપ્રીમમાં 11 મેના નિર્દેશોનું પાલન કરવાની વિફળતાની સમીક્ષા માટે તિરસ્કાર કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.

જમ્મૂ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ શરૂ કરવાના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કેન્દ્રની મોદી સરકારે રિવ્યૂ કમિટિના રિપોર્ટના આધારે સુપ્રીમમાં જવાબ આપતા કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં અનેક વિસ્તારમાં હાલ 4G શરૂ કરવાની સ્થિતિ નથી.

જમ્મૂ-કાશ્મીરની સ્થિતિને લઇ કમિટીએ 10 ઓગસ્ટે બેઠક કરી હતી. જેમાં હાલ સુરક્ષાને લઇ ખતરો યથાવત હોવાનું કમિટીએ સૂચન કર્યું હતું. તેથી હાલની સ્થિતિ ઇન્ટરનેટ શરૂ કરવા માટે યોગ્ય નથી.

કેન્દ્ર સરકારે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ 2 સ્થળો પર ફૂલ ઇન્ટરનેટ સ્પીડનો પ્રયોગ કરીશું. પાકિસ્તાન સીમાથી દૂર 2 સ્થળ પર અમે ફૂલ ઇન્ટરનેટ સ્પીડનો ટ્રાયલ કરીશું. ત્યારે કેન્દ્ર સરકારે 4G સેવા શરૂ કરવાને લઇ સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબથી સુપ્રીમ કોર્ટે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.