ડ્રાય ડેરી : રખડતી ગાયોથી મુક્તિ મળી શકે એ માટે દેશમાં પહેલી વાર ડ્રાય ડેરીઓ ખોલવાની તૈયારી

0
4

દેશમાં પ્રથમ વખત એવી ડેરી શરૂ કરાશે જ્યાં દૂધ ન આપતી ગાયોને રખાશે. તેને ડ્રાય ડેરી તરીકે ઓળખાશે. આ ડેરીમાં ગૌપાલક ન ફક્ત છાણમાંથી ખાતર તૈયાર કરશે અને આર્થિક નફો રળશે પણ સાથે જ ગૌમૂત્રનો પ્રયોગ પણ ખાતર તથા બીજા અન્ય સ્વરૂપોમાં કરશે. તેનાથી ગાયને ખુલ્લામાં ફરવા કે રખડતી ગાયોની સમસ્યાથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. વર્ષના અંત સુધીમાં ધાર્મિક શહેર મથુરા અને વારાણસીમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ ડેરી ખોલવામાં આવશે, પ્રયોગ સફળ રહ્યા બાદ તેને દેશભરમાં લાગુ કરાશે.

શરૂઆતમાં ગૌપાલકોને તેની ટ્રેનિંગ અપાશે. ગૌપાલક ફોસ્ફેટ રિચ મટીરિયલ નાખીને ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર બનાવશે. જે ડીએપીનો વિકલ્પ બનશે. આ રીતે છાણાંની સાથે નાઈટ્રોજન મિલાવીને તૈયાર કરેલ ખાતર યુરિયાનો વિકલ્પ બનશે. યોજના જ્યારે દેશભરમાં લાગુ કરાશે તો તેના પછી ખાતર માટે મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે પણ વાતચીત કરાશે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ આ મુદ્દે મંથન કરી રહ્યું છે. પશુપાલકોને આર્થિક મદદ પણ કરવામાં આવી શકે છે. વિભાગના વરિષ્ઠ અધિકારી અનુસાર દેશમાં આશરે 30 કરોડ પશુ છે જેમાં 19 કરોડ ગાય છે. જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તો તેને ખેડૂતો પોતાની પાસે રાખે છે અને પછી દરરોજનો ખર્ચ ન સહન ન કરી શકવાને લીધે તેને છોડી મૂકે છે. આવી જ ગાયોને ડેરીમાં રખાશે. તેમણે કહ્યું કે સ્વસ્થ ગાય જેને યોગ્ય માત્રામાં ભોજન આપવામાં આવે તો તે દિવસમાં 10 કિલો છાણા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here