સરકારને સંકજામાં લેવાની તૈયારી : કોંગ્રેસે 5 સભ્યોની સમિતિની રચના કરી, આ કમિટી મોદી સરકારના ઓર્ડિનન્સ પર પાર્ટીની સ્ટ્રેટેજી નક્કી કરશે

0
0

કોંગ્રેસે 5 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ અંગે પાર્ટીની સ્ટ્રેટેજી તૈયાર કરશે. આ સમિતિમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, અમર સિંહ અને ગૌરવ ગોગોઈ આ સમિતિના સભ્યો હશે. રમેશને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે.

પાર્ટીના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપલના જણાવ્યા મુજબ પાર્ટીના ઈન્ટરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 5 સભ્યોની એક સમિતિ બનાવી છે. આ સમિતિ સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ પર પાર્ટીનું સ્ટેન્ડ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here