સુરત : સરથાણામાં આવેલી નગર પ્રાથમિક શાળાની સ્કૂલમાં 2500 એડમિશન ફોર્મમાંથી 600ને પ્રવેશ અપાતા રજૂઆત​​​​​​​

0
2

સરથાણા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મહાત્મા ગાંધી સ્કૂલમાં લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હોય છે. લગભગ 2500 જેટલા બાળકોને ખાનગી શાળામાંથી લઈને આ શાળામાં એડમિશન માટે ફોર્મ ભરવામાં આવ્યાં હોય છે. વાલીઓએ ફોર્મ ભરી ફી ન ભરવી પડે તે માટે લોકડાઉન દરમિયાન લાઈનો લગાવી હોય છે. જો કે શાળા દ્વારા માત્ર 600 બાળકોને અડમિશન આપવામાં આવ્યું છે. 1900 બાળકોને પ્રવેશ નથી અપાયો. જેથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તેમ હોય પ્રવેશ આપવા માટે વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી છે.

લોકડાઉન બાદ ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન ન મળતાં વાલીઓનો વિરોધ
(લોકડાઉન બાદ ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન ન મળતાં વાલીઓનો વિરોધ)

 

શિક્ષકોની ઘટ હોવાનું કહેવાયું

સરથાણા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મહાત્મા ગાંધી સ્કુલ આવેલી છે જ્યાં 2500 જેટલા બાળકો પાસે એડમીશન ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી માત્ર 600 જ બાળકોને એડમીશન આપવામાં આવ્યું છે જયારે 1900 જેટલા બાળકો એડમીશનથી વંચિત રાખવામાં આવ્યા છે. જેને લઈને વાલીઓએ શિક્ષણ સમિતિ કચેરી પહોચી રજૂઆત કરી હતી. જો કે આ મામલે વાલીઓએ જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી તો અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, સ્ટાફની અછત છે. 800 જેટલા શિક્ષકોની ઘટ છે જો કે આવું જણાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

વાલીઓએ પાલિકાની શાળામાં સ્ટાફની અછત દૂર કરી દરેક બાળકને એડમિશન મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
(વાલીઓએ પાલિકાની શાળામાં સ્ટાફની અછત દૂર કરી દરેક બાળકને એડમિશન મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.)

 

બાળકો ક્યાં અભ્યાસ કરશે

વિલાસબેન સખીયાએ જણાવ્યું છે કે,348 નંબરની મહાત્મા ગાંધી સ્કૂલમાં જે બાળકોને એડમિશન નહીં મળે તે બાળકો ક્યાં અભ્યાસ કરશે તેવા સવાલ વાલીઓ કરી રહ્યાં છે. તો શું સરકારે અને પાલિકાએ આ બાળકોનું વિચારીને સ્ટાફની ઘટ હોય તો તે પુરી કરી દેવી જોઈએ અને ખાનગી સ્કૂલમાં લૂંટાતા વાલીઓને સારી સુવિધા આપવી જોઈએ તેવી માંગ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here