નવસારી : ખેરગામ તાલુકાનાં ૧૨ ગામોમાં પાણીની સુવિધા, પશુચિકિત્સકની જગ્યા અને બસ ડેપો બાબતે રજૂઆત

0
65
જનસેવા વિકાસ સમિતિના પ્રમુખ ભૌતેષ કંસારાએ વિવિધ પ્રશ્ને  કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી આર.સી.ફળદુ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી.
ખેરગામ તાલુકાના આદિવાસી વિસ્તારનાં ૧૨ ગામોને પાણીની સુવિધા, પશુ ચિકિત્સકની ખાલી જગ્યા ભરવા તથા પશુ દવાખાનું નવનિર્માણ અને ખેરગામ ખાતે ગુજરાત જય માર્ગ વાહન વ્યવહાર ખાતાનું અદ્યતન આધુનિક સુવિધા સહ બસ ડેપો મંજૂર કરવા બાબતે જનસેવા વિકાસ સમિતિના પ્રમુખ ભૌતેષ કંસારા સહિત સભ્યઓ લેખિત રજૂઆત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે,પરંતુ આજેય આદિવાસી વિસ્તારોમાં વિકાસ પહોંચી શક્યો નથી. જેના પરિણામે પ્રજાને પારાવાર હાલાકી વેઠવાનો આવે છે. નવસારી જિલ્લામાં આવેલો ખેરગામ તાલુકો હજુ પણ વિકાસથી વંચિત છે.ત્યારે આ બાબતે ખેરગામ તાલુકાની જનસેવા વિકાસ સમિતિ આદિવાસી વિસ્તારના વિકાસ અને કલ્યાણ માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે.જેના પ્રમુખ ભૌતેષ કંસાર,મત્રી અરવિંદભાઈ પટેલ.દયાનંદભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રશ્ને કૃષિ સહકાર અને પશુપાલન મંત્રી આર.સી.ફળદુ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું.કે ખેરગામ વિસ્તારનાં ૧૦ ગામો તોરણવેરા.પાટી, કાકડવેરી,જામનપાડા,પાણીખડક,વડપાડા, ગૌરી,નડગધરી,ધામધુમા તથા ચીમનપાડા પાણીથી વંચિત છે.
આ ગામોના આદિવાસી ખેડૂતો પાસે જમીનો પણ ઘણી હોવા છતાં પાણી વગર ખેતી થઈ શકતી નથી.ફક્ત ચોમાસુ પાક લેવાય છે.ખાસ કરીને ઉનાળામાં પીવા માટે પાણીની વિકટ સમસ્યા છે.સરકાર દ્વારા મોટી સિંચાઈની યોજનાનું આયોજન થાય તો આ ગામોની સિંચાઈ અને પીવાનાં પાણીના ગંભીર પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેમ છે. બીજી તરફ સ૨કાર દ્વારા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવામાં આવે છે.તો ખેરગામના આદિવાસી ગામોના લોકોને પણ લાભ મળવો જોઈએ.આ ગામોની ભૌગોલિક વિસ્તાર ખડકાળ તથા પથરાળ છે. જેથી પાણીનું સંગ્રહિત લેવલ ખૂબ નીચે છે. આથી  સરકાર કક્ષાએથી જરૂરી ખાતા દ્વારા સરવે કરાવી આ ગામોને પાણી ઉપલબ્ધ કરાવી શકાય એ મુજબનું આયોજન કરવું જરૂરી છે. સૂચિત વિકલ્પોમાં પાટી ગામે તાન નદી પર પાટી-ખટાણા વચ્ચે આશરે ૧૫૦થી ૨૦૦ મીટર લંબાઈમાં ૨૫થી ૩૦ મીટર ઊંચાઈવાળો ચેકડેમ બનાવી તોરણવેરા ગામ સુધી આશરે પાંચથી છ કિ.મી. જેટલી પાઈપલાઈન કરી કોતરોમાં પાણી ઠાલવવામાં આવે તો સિંચાઈ તથા પીવાનું પાણી ઉપલબ્ધ થતાં કાયમી ઉકેલ આવી શકે છે.
ગોડથલ(માળી ફળિયા)માં ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરમાંથી લિફ્ટ ઈરિગેશન વોજનાથી ગોડથલથી પાટી ગામ સુધી આઠથી દસ કિ.મી. જેટલી પાઇપલાઇન લાવી કોતરોમાં પાણી પાડી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરી શકાય. આમ આ બાબતે જરૂરી ખાતા દ્વારા સરવે કરી નક્કી થયેલી યોજના દ્વારા લાભ આપી શકાય તેમ છે.
બીજી તરફ તાલુકા વિકાસની કેડીરૂપે ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ પ્રજાને અવરજવર માટે સરકાર હસ્તકની બસ સુવિધાનો મહત્તમ ઉપયોગ આદિવાસી વિસ્તારમાં થાય છે. ભવિષ્યમાં એક્સપ્રેસ બસોની સવલતોની પણ સંભાવના રહેલી છે. જેથી ખેરગામ તાલુકા મથકે નિર્દિષ્ટ જગ્યાએ બસ ડેપોની સુવિધા પ્રજાને મળે એ ખૂબ જ જરૂરી છે. આ અંગે ડેપો માટે ખેરગામ ખાતે જમીન પણ નિર્દિષ્ટ કરવામાં આવી છે. ખેરગામના તથા આજુબાજુના ગરીબ આદિવાસી સમાજના સમૂહને મહત્તમ લાભ મળે,સુખ-સુવિધામાં વધારો થાય એ જરૂરી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here