Wednesday, November 30, 2022
Homeગુજરાતવઘઇના સરવર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામો ન થતા TDOને કરાઈ...

વઘઇના સરવર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામો ન થતા TDOને કરાઈ રજૂઆત

- Advertisement -

હાલ ગુજરાત સરકાર વિકાસના 20 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની વાત કરી રહ્યું છે અને કરેલા વિકાસની ગાથા ગાઈ રહ્યું છે. ત્યારે વઘઇ તાલુકાના સરવર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા વિકાસના કામોને લઈને આવેદનપત્ર પાઠવી અને ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

ગત રોજ વઘઇ તાલુકના ગ્રુપ ગ્રામ પંચાયત સરવરના સરપંચ પ્રજ્ઞાબેન જીજ્ઞેશભાઈ પટેલ તથા તેમના સભ્યો દ્વારા જણાવાયું હતું કે, ગામોના વિકાસ માટે વિવિધ યોજનાકીય ગ્રાન્ટ સરકાર દ્વારા ફળવવામાં આવે છે. જેમાંથી ગામોના વિકાસ માટે ખૂટતી સુવિધાઓના કામોની યાદી બનાવી માંગણી કરવામાં આવે છે, પરંતુ અમારા કામની યાદીમાંથી ખુબજ ઓછા કામોની મંજૂરી મળે છે, જે પૂરતી નથી.

સરપંચે વધુમાં જણાવવું હતું કે, અમારા ગામોમાં માળખાકીય સુવિધાઓ અને શાળા-આંગણવાડીઓને ખૂટતી સુવિધાઓના કામો નહિવત પ્રમાણમાં લેવામાં આવે છે. સરપંચનું કહેવું હતું કે, અમારા સાથે રાજકીય દ્વેષ રાખી અમારી પંચાયતના કામો લેવામાં આવતા નથી. જ્યારે અન્ય પંચાયતના એક જ ગામના એકથી વધારે કામો મંજુર કરવામાં આવે છે. જે ગ્રામ સ્વરાજના પંચાયતરાજના સર્વાંગી વિકાસના મંત્રનો સરેઆમ ભંગ કરવામાં આવે છે.​​​​​​​ ​​​​​​​વધુમાં TDO પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, જો પંચાયતના લોક ઉપયોગી કામો મંજુર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઇ ધરણા કરવાની ચીમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular