Saturday, April 20, 2024
HomeUSમાં સત્તા સંભાળવાની તૈયારી : પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડન કોરોના અને ક્લાઇમેટ ચેન્જ...
Array

USમાં સત્તા સંભાળવાની તૈયારી : પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડન કોરોના અને ક્લાઇમેટ ચેન્જ પર મોટો નિર્ણય લઈ શકે છે.

- Advertisement -

અમેરિકન ચૂંટણીમાં ડેમોક્રેટ જો બાઇડન અને કમલા હેરિસની જીત થઈ ચૂકી છે. 20 જાન્યુઆરીએ બાઇડન શપથ લેવાના છે. ડેમોક્રેટ્સે સત્તા હસ્તાંતરણની તૈયારી પણ શરૂ કરી દીધી છે. બાઇડન અને હેરિસે એ માટે વેબસાઈટ BuildBackBetter.com અને ટ્વિટર અકાઉન્ટ @Transition46 પણ બનાવ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી હાર માનવા માટે તૈયાર નથી. તેમને પરિણામો પર હજી પણ શંકા છે. બાઇડનને 279 અને ટ્રમ્પને 214 ઈલેક્ટર્સ વોટ મળ્યા છે. જીત માટે 270 વોટ જરૂરી હોય છે.

ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, બાઇડને કોરોના સામે લડવા માટે એક ટાસ્કફોર્સ બનાવવાની યોજના બનાવી છે. કોરોના સાથેના યુદ્ધમાં ટ્રમ્પની નિષ્ફળતાને બાઈડને મોટો મુદ્દો બનાવ્યો હતો. બીજી બાજુ, બાઈડન ક્લાઈમેટ સમજૂતીમાં ફરી જોડાવા માટે પણ વિચારણા કરી રહ્યા છે. એ ઉપરાંત ટ્રમ્પ મુસ્લિમ દેશો પર લગાવેલા ટ્રાવેલ બેનના ઓર્ડરને પણ કેન્સલ કરે એવી શક્યતા છે.

ટ્રમ્પના વ્યવહાર વિશે મોટા ભાગના રિપબ્લિકન્સ એક્સપર્ટનું મૌન

પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે કહ્યું હતું કે અમુક નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. અલગ રીતે પોતાની વાત રજૂ કરતાં બુશે કહ્યું હતું કે મેં પ્રેસિડેન્ટ નિમાયેલા બાઈડન અને હેરિસને કહ્યું હતું કે તેમને મળતી શુભેચ્છાઓનો તેમણે વિસ્તારપૂર્વક રજૂ કરવી જોઈએ. શું ટ્રમ્પને ફરી વખત ગણતરીનો હક છે? આ વિશે બુશે કહ્યું હતું કે અમેરિકન્સને વિશ્વાસ છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે. અમારી મજબૂતાઈ હંમેશાં જળવાઈ રહેશે.

બુશના જણાવ્યા પ્રમાણે, રાજકીય ભેદભાવ હોવા અલગ વાત છે, પરંતુ મારું માનવું છે કે બાઈડન સારી વ્યક્તિ સાબિત થશે અને દેશને એકજૂથ કરશે. અમારે અમારા પરિવાર, પડોશી દેશ અને ભવિષ્ય માટે એકસાથે આગળ આવવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular