મુલાકાત : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લતા મંગેશકર સાથે મુલાકાત કરી સારા સ્વાસ્થ્યની કામના કરી

0
34

મુંબઈઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતરત્ન લતા મંગેશકર સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ લતાજીને મળવા માટે તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે આ અંગેની માહિતી ટ્વિટર પર આપી હતી અને તસવીરો પણ શૅર કરી હતી. તો રાષ્ટ્રપતિએ પણ ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી હતી.

શું કહ્યું રાષ્ટ્રપતિએ?
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી હતી, લતાજીને આજે તેમના ઘરે મળીને ઘણી જ પ્રસન્નતા થઈ. તેમના સ્વાસ્થ્ય માટે શુભકામના આપી. લતાજી ભારતનું ગૌરવ છે. તેમના મર્મસ્પર્શી ગીત આપણાં જીવનમાં મધુરતા ફેલાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી તથા સૌમ્યતા આપણને પ્રભાવિત કરે છે.

શું કહ્યું લતા મંગેશકરે?

લતા મંગેશકરે ટ્વીટ કરી હતી, નમસ્કાર, આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રીરામનાથ કોવિંદજી, તેમના પત્ની શ્રીમતી સવિતા તથા દીકરી સ્વાતિ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવજી તથા તેમના પત્ની વિનોદા રાવજી અને મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વિનોદ તાવડેજી અમારા ઘરે આવ્યાં હતાં.

તસવીરોમાં લતા મંગેશકર રાષ્ટ્રપતિ કોવિંદ તથા તેમના પરિવારની સાથે વાત કરતાં જોવા મળે છે. લતાજીની ટ્વીટ પર અનેક યુઝર્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, દીદી તમારા સારા સ્વાસ્થ્યની કામના કરું છું. અન્ય એકે કહ્યું હતું, દીદી…તમને મળીને તથા તમારા આશીર્વાદ મેળવવા તમામ મહાનુભાવો માટે સુખદ અનુભવ રહ્યો હશે. મોટાભાગના યુઝર્સે લતા મંગેશકરના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here