રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, મોદીના માતાને મળશે

0
10

ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આજે સાંજે સાત વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીના માતા હિરાબા સાથે સૌજન્ય મુલાકાત કરવાના છે.

કૃષિમાં ક્રાંતિ અને મુશ્કેલીઓ અંગે કરશે ચર્ચા

રાજભવન ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલા અને કૃષિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિમાં થયેલી ક્રાંતિ અને કૃષિમાં થતી મુશ્કેલીઓ અંગેની ચર્ચાઓ કરશે. આ સાથે જ ભવિષ્યના આયોજન પણ કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે સવારે કોબા સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે.

જ્યાં તેઓ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવશે. જ્યારે કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર કે જ્યાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સચવાયેલી છે, તેની મુલાકાત પણ લેશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની આ ત્રીજી મુલાકાત હશે. જે બાદ તેઓ 13 ઓક્ટોબરે બપોરે અમદાવાદથી રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here