Thursday, March 28, 2024
Homeભાવવધારો : 6 મહિનામાં ત્રીજીવાર મારુતિની ગાડીઓના ભાવ વધશે
Array

ભાવવધારો : 6 મહિનામાં ત્રીજીવાર મારુતિની ગાડીઓના ભાવ વધશે

- Advertisement -

જો તમે મારુતિની ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. મારુતિ આગામી મહિનાથી તેની ગાડીઓની કિંમતમાં વધારો કરી રહી છે. વર્ષમાં આ ત્રીજી વખત હશે જ્યારે મારુતિએ ગાડીઓના ભાવમાં વધારો કર્યો છે. ત્રણ મહિના પહેલાં કંપનીએ જુદા જુદા મોડેલ્સ પર રૂપિયા 34 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

છેલ્લાં ઘણા સમયથી કંપની ગાડીઓની કિંમતમાં વધારો કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આનું કારણ ગાડીઓમાં વપરાતા પાર્ટ્સની કિંમતોમાં વધારો થવાનું છે. કંપનીને ગાડી બનાવવાનો ખર્ચ હવે વધુ થઈ રહ્યો છે. તેના કારણે ગાડીઓના ભાવમાં વધતા જઈ રહ્યા છે અને તેની અસર ગ્રાહકના ખિસ્સા પર પડે છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનું કહેવું છે કે, કારમાં વપરાયેલી કાચા માલની કિંમત સતત વધી રહી છે. જેને કારણે છેલ્લાં ઘણા સમયથી ગાડીઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular