Saturday, September 18, 2021
Homeભાવવધારો : જાપાનની ઓટોમોબાઇલ કંપની કાવાસાકી બાઇક્સના ભાવમાં વધારો
Array

ભાવવધારો : જાપાનની ઓટોમોબાઇલ કંપની કાવાસાકી બાઇક્સના ભાવમાં વધારો

કાવાસાકી ઇન્ડિયા ફરી એકવાર પોતાની બાઇક્સ મોંઘી કરવા જઈ રહી છે. જાપાનની ઓટોમોબાઇલ કંપની કાવાસાકી આગામી મહિનાથી એટલે કે 1 ઓગસ્ટ, 2021થી તેની બાઇક્સના ભાવ વધારી દેશે. કંપની તેની લાઇનઅપ બાઇક્સના ભાવમાં 6,000 રૂપિયાથી લઇને 15,000 રૂપિયા સુધીનો વધારો કરશે.

કાવાસાકી પહેલી એવી પ્રીમિયમ ઓટોમોબાઇલ કંપની બની ગઈ છે જે આ ત્રિમાસિકગાળામાં બાઇક્સના ભાવ વધારી રહી છે. તેથી, જો તમે કાવાસાકીની બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ ગોલ્ડન ચાન્સ છે સસ્તા ભાવે સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનો. 31 જુલાઈ સુધીમાં કાવાસાકીની બાઇક ખરીદી લો નહીં તો પછી આ કંપનીની બાઇક ખરીદવા વધુ પૈસા ચૂકવવા પડશે.

કઈ બાઇકના કેટલા ભાવ વધશે?

કાવાસાકી બાઇક્સ વર્તમાન ભાવ નવા ભાવ તફાવત
Kawasaki Ninja 650 6.54 લાખ રૂપિયા 6.61 લાખ રૂપિયા 7,000 રૂપિયા
Kawasaki Z 650 6.18 લાખ રૂપિયા 6.24 લાખ રૂપિયા 6,000 રૂપિયા
Kawasaki Versys 650 7.08 લાખ રૂપિયા 7.15 લાખ રૂપિયા 7,000 રૂપિયા
Kawasaki Vulcan S 6.04 લાખ રૂપિયા 6.10 લાખ રૂપિયા 6,000 રૂપિયા
Kawasaki W800 7.19 લાખ રૂપિયા 7.26 લાખ રૂપિયા 7,000 રૂપિયા
Kawasaki Z900 8.34 લાખ રૂપિયા 8.42 લાખ રૂપિયા 8,000 રૂપિયા
Kawasaki Ninja 1000SX 11.29 લાખ રૂપિયા 11.40 લાખ રૂપિયા 11,000 રૂપિયા
Kawasaki Ninja ZX-10R 14.99 લાખ રૂપિયા 15.14 લાખ રૂપિયા 15,000 રૂપિયા
Kawasaki Versys 1000 11.44 લાખ રૂપિયા 11.55 લાખ રૂપિયા 11,000 રૂપિયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments