હીરો HF ડીલક્સ સહિત મહિન્દ્રા મોજો અને TVS સ્કૂટીની કિંમત વધી, આ સ્કૂટર-બાઇક ખરીદવાં હવે કેટલાં મોંઘાં બનશે જાણો

0
0

કોરોના મહામારી દરમિયાન ઓટો કંપનીઓ બાઇક્સ અને સ્કૂટરનાં નવાં મોડલ અને વેરિઅન્ટ લોન્ચ કરી રહી છે. જો કે, હવે તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. હીરો અને મહિન્દ્રા જેવી કંપનીઓએ તેની નવી બાઇક્સના વેરિઅન્ટ મોંઘા કરી દીધા છે. તો બીજીબાજુ TVSએ તેના સ્મોલ સ્કૂટર્સની કિંમત વધારી દીધી છે.

મહિન્દ્રા મોજો 300 ABS (2020)

મહિન્દ્રાની આ બાઇકમાં 284.72ccનું લિક્વિડ કૂલ્ડ DOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઇકનો પાવર 25 bhp અને ટોર્ક 26 Nm છે. આ એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. સેફ્ટી માટે તેમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. એટલે કે બાઇકના ફ્રંટ વ્હીલમાં 320mm અને રિઅર વહીલમાં 240mmની ડિસ્ક બ્રેક ABS સાથે મળશે.

બાઇકની વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ કિંમત
BS6 મોજો 300 બ્લેક પર્લ 1,99,000 રૂપિયા
BS6 મોજો 300 ગ્રેેનેટ બ્લેક 2,06,000 રૂપિયા
BS6 મોજો 300 રેગ અગેટ 2,11,000 રૂપિયા
BS6 મોજો 300 રૂબી રેડ 2,11,000 રૂપિયા

 

હીરો HF ડીલક્સ

હીરોની પોપ્યુલર બાઇક HF ડીલક્સ હવે BS6 એન્જિન સાથે આવી રહી છે. પરંતુ હવે આ બાઇક ખરીદવા ગ્રાહકોએ વધારે પૈસા ચૂકવવા પડશે. આ બાઇકમાં 100ccનું એન્જિન આપવામાં આવ્યું છે. જેનો પાવર 8 bhp અને ટોર્ક 8 Nm છે. કંપનીએ તેમાં i3S આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ ફ્યુલ સેવિંગનું કામ કરે છે. આ એન્જિનને 4 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવયું છે. સેફ્ટી માટે તેમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

બાઇકની વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ કિંમત
HF ડીલક્સ કિક સ્ટાર્ટ (સ્પોક્સ) 48,000 રૂપિયા
HF ડીલક્સ કિક સ્ટાર્ટ (એલોય) 49,000 રૂપિયા
HF ડીલક્સ સેલ્ફ સ્ટાર્ટ 57,175 રૂપિયા
HF ડીલક્સ સેલ્ફ સ્ટાર્ટ ઓલ બ્લેક 57,300 રૂપિયા
HF ડીલક્સ સેલ્ફ સ્ટાર્ટ i3S 58,500 રૂપિયા

 

TVS સ્કૂટી પેપ

TVSએ તેના સ્મોલ સ્કૂટરમાં કોઈ મિકેનિકલ ફેરફાર નથી કર્યા. તેમ છતાં તેની કિંમત વધારી દેવામાં આવી છે. આ સ્કૂટરમાં 87.8ccનુંફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5.36hp પાવર અને 6.5Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જો કે, BS4 એન્જિન કરતાં આ સ્કૂટરનો પાવર અને ટોર્ક વધારે છે.

સ્કૂટરની વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ કિંમત
સ્કૂટી પેપ પ્લસ સિરીઝ BSVI 52,554 રૂપિયા
બેબલિયસ સિરીઝ BSVI 53,754 રૂપિયા
મેટ એડિશન BSVI 53,754 રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here