ભાવવધારો : બજાજ Dominar 400 બાઇક 6,000 રૂપિયા મોંઘુ થયું, કિંમત 1.80 લાખ રૂપિયા પહોંચી

0
78

ઓટો ડેસ્કઃ બજાજ ઓટોની અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ અને ફ્લેગશિપ મોટરસાઇકલ Dominar 400માં ભાવવધારો થયો છે. હવે તમારે આ બાઇક ખરીદવા માટે 6,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ બાઇક સૌથી વધુ યૂથમાં લોકપ્રિય છે.

બજાજે Dominar 400ની કિંમતમાં 6,000 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ નવી કિંમત સાથે આ બાઇક કંપનીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ભાવવધારા પછી આ બાઇકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 1.80 લાખ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ નવી Dominar 400 એપ્રિલમાં લોન્ચ કરી હતી. ત્યારે તેની કિંમત 1.74 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.

બજાજ ડોમિનાર 400માં પાવરફુલ 373.3ccનું એન્જિન લાગેલું છે, જે 39.9hp પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેની પાવર ડિલિવરીમાં હવે DOHC સેટઅપનો ઉપયોગ કર્યો છે. જૂના મોડલમાં SOHC સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે અને આ ક્લચથી સજ્જ છે. આ બાઇકમાં ઈન્સ્ટ્રૂમેન્ટ પેનલમાં બે ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત, KTM 390 ડ્યૂકની જેમ 43mm USD ફોર્ક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકની બિલ્ટ ક્વોરિટી બહુ સોલિડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here