બજાજ પલ્સર NS200 અને RS200 બાઇક્સની કિંમતમાં ઉછાળો, હવે 3,501 રૂપિયા વધારે આપીને ખરીદવી પડશે

0
92

દિલ્હી. બજાજ ઓટોએ તેના વ્હીકલ લાઇનઅપને અપડેટ કરતાં તેની પોપ્યુલર બાઇક પલ્સર NS200ની કિંમતમાં વધારો કરી દીધો છે. હવે નવી બાઇકની કિંમત 1.28 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જૂનાં મોડેલ કરતાં નવાં મોડેલની કિંમતમાં 3,501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ બાઇકની કિંમત 1.25 લાખ રૂપિયા હતી.

RS200ની કિંમત હવે 1.48 લાખ રૂપિયા

કંપનીએ તેની વધુ એક બાઇક RS200ની કિંમતમાં વધારો કર્યો છે. નવી પલ્સર RS200ની કિંમત હવે 1.48 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઇકની કિંમતમાં પણ 3.501 રૂપિયાનો વધારોકરવામાં આવ્યો છે. તાજેતરમાં જ કંપનીએ આ બાઇક્સ નવા એમિશન નોર્મ્સ અનુસાર BS6 એન્જિન સાથે અપડેટ કરીને માર્કેટમાં લોન્ચ કરી હતી.

ફીચર્સ

નવી અપડેટ સાથે RS200માં કંપનીએ ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંસ સિસ્ટમ પણ ઉમેરી છે. જો કે, NS200માં હજી પણ સિંગલ ચેનલ ABS જ આપવામાં આવ્યું છે. બંને બાઇક્સમાં કંપનીએ 200ccની કેપેસિટીનું સિંગલ સિલિન્ડરયુક્ત લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુંછે, જે 24.5hp પાવર અને 18.5Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

બાઇક્સમાં સ્પ્લિટ સીટ

આ ઉપરાંત, આ બાઇક્સમાં MRFના નોઇલોગ્રિપ ટાયર સાથે 17 ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. તેના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને રિઅરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ બાઇક્સમાં સ્પ્લિટ સીટનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ઇન્ડિયન માર્કેટમાં 200ccમાં આ બાઇક્સ ઘણી પોપ્યુલર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here