Saturday, September 18, 2021
Homeગુજરાતનું ગૌરવ : ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન
Array

ગુજરાતનું ગૌરવ : ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન

ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.કચ્છનો પ્રવાસન વિકાસ થયો

ધોળાવીરા ગુજરાતની ધરોહર છે, પરંતુ સરકારે તેને બહુ મોડેથી વિકસાવી. કચ્છનો પ્રવાસન વિકાસ થયો ત્યારે ધોળાવીરાનો નંબર લાગ્યો બાકી તો ત્યાં ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરતીમાં ધરબાયેલો છે. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા. ધોળાવીરામાંથી સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા-લીપી)માં લખાયેલું સાઈનબોર્ડ મળી આવ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments