Friday, April 19, 2024
Homeભારતનું ગૌરવ : ભરૂચના અરગામા ગામનાં વતની માતા, પુત્રી અને પુત્ર ઇંગ્લેન્ડની...
Array

ભારતનું ગૌરવ : ભરૂચના અરગામા ગામનાં વતની માતા, પુત્રી અને પુત્ર ઇંગ્લેન્ડની ચૂંટણીમાં વિજેતા બન્યાં

- Advertisement -

વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસીના ખાન પણ લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જોડાઈ હતી. ચોર્લી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય પદાર્પણ કર્યું હતું, જેમાં તેણે વર્ષ 2006માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી અને 2019માં મેયર તરીકે સેવા આપી હતી.

બંને સંતાન કાઉન્સિલરપદે નિમાયાં
બંનેય બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઈને હાલમાં જ યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ઝપલાવ્યું હતું, જેમાં પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણી માટે ચૂંટાઈ આવી હતી અને હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી, જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો, જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

કમલા હેરિસની તસવીર.

અમેરિકા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળનાં
ડેમોક્રેટિક પાર્ટીની જીતથી અમેરિકામાં હવે જો બાઈડન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં છે. આપણા માટે કમલા હેરિસનું નામ એટલા માટે જરૂરી થઈ જાય છે, કેમ કે તેઓ ભારતવંશી છે. આ ચૂંટણી જીત્યા બાદ તેમણે એક નહીં, પરંતુ 3 નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે.

માતા ભારતીય, પિતા જમૈકા મૂળનાં હતાં
1964માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમનાં માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા. માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. મળતી માહિતી મુજબ, કમલા હેરિસનાં માતા કેન્સરનો ઈલાજ કરાવવા માટે અમેરિકા પહોંચ્યાં હતાં. ત્યાં જ તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular