ગૌરવ : મૂળ ભારતીય વૈદેહી ડોંગરેએ મિસ ઇન્ડિયા USA 2021નું ટાઇટલ જીત્યું

0
0

અમેરિકાના મિશિગનની 25 વર્ષની વૈદેહી ડોંગરેએ મિસ ઇન્ડિયા USA 2021નું ટાઇટલ જીત્યું છે. તે સિવાય જ્યોર્જિયાની અર્શી લાલાની બીજા સ્થાન પર હતી. વૈદહીએ યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ઘણી જગ્યાએ કામ કરી ચૂકી છે. વૈદહીએ જણાવ્યું કે, હું મારા સમુદાય પર સકારાત્મક અસર છોડવા માગું છું. તે ઉપરાંત મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સાક્ષર કરવા પર ધ્યાન આપવા માગું છું. વર્ષ 1997ની મિસ વર્લ્ડ ડાયના હેડન આ સ્પર્ધાની મુખ્ય અતિથિ અને પ્રમુખ જજ રહી. વૈદહીએ સારું કથક નૃત્ય પણ કરે છે. તેના માટે તેને મિસ ટેલેન્ટેડ અવોર્ડ પણ આપવામાં આવ્યો.

20 વર્ષીય લાલાની બ્રેન ટ્યૂમર છે. તેને પોતાના પ્રદર્શન અને આત્મવિશ્વાસથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. નોર્થ કેરોલિનાની મીરા કસારી સેકન્ડ રનર અપ રહી. અહીં મિસ ઈન્ડિયા USS, મિસિસ ઈન્ડિયા USA અને મિસ ટીન ઈન્ડિયા USA જેવી ત્રણ વિવિધ કોમ્પિટિશનમાં 30 રાજ્યોના 61 સ્પર્ધકોએ ભાગ લીધો. આ પ્રતિયોગિતામાં સામેલ થવા માટે તમામ સ્પર્ધકોને મુંબઈની ટિકિટ આપવામાં આવી હતી.

40 વર્ષ પહેલા આ સ્પર્ધાની શરૂઆત થઈ હતી
મિસ ઈન્ડિયા USAની શરૂઆત 40 વર્ષ પહેલા ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટિના બેનર હેઠળ ધર્માત્મા અને નીલમ સરને કરી હતી. 1980થી આ પ્રતિયોગિતા ચાલુ છે. તે ભારતની બહાર સૌથી લાંબા સમય સુધી ચાલનારી ભારતીય પ્રતિયોગિતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here