Home ગુજરાત ધાનેરામાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જ સોપારી આપી...

ધાનેરામાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જ સોપારી આપી કરાવી પતિની હત્યા

0
12

બનાસકાંઠામાં સનસનીખેજ પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં કાતિલ પત્નીનું કાવતરૂ સામે આવ્યું છે. આ ઘટનાની કથા જેટલી અણગમતી છે એટલી જ સંવેદનાત્મક છે. જ્યાં પત્નીએ સાત જન્મો સાથે રહેવાનું વચન આપ્યું હતું, તેણે પતિની હત્યાની પટકથા લખી હતી. મહિલાએ તેના પતિની હત્યા માટે ત્રણ લાખની સોપારી ચુકવી હતી અને તેના પ્રેમીને સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી.

ધાનેરામાં રહેતા પૂજારી રમેશભારથી ગોસ્વામીની પાછળ હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે આ મામલે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેમાં પત્નીએ પહેલા તો પોલીસને અવડા રવાડે ચઢાવી હતી. બાદમાં પોલીસની સઘન કાર્યવાહીમાં ખૂની પત્નીની કાળી કરતૂત સામે આવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, ધાનેરાના ધરણોદર ગામે શિવ મંદિરના પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને શિવાભાઇ પટેલ સાથે આડાસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પતિ બાધારૂપ બનતા પ્રેમી પ્રેમીકાના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 3 લાખ રૂપિયાની સોપારી આપીને પ્રેમી પ્રેમીકાના પતિની હત્યા કરાવી નાંખી હતી.

એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૂજારી રમેશભારથી ગોસ્વામીની પાછળ હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવતાં મૃતકના પરિવારને હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો અને લાશ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે, પોલીસ અને આગેવાનોના સમજાવટ બાદ પરિવારે લાશનો કબજો લીધો હતો. આ સમયે પરિવારે તટસ્થ તપાસની કરી માંગણી કરી હતી. જેને પગલે ધાનેરા પોલીસે મંર્ડરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Live Scores Powered by Cn24news