વડાપ્રધાન ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર અમેરિકી સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી

0
3

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ક્લાઈમેટ ચેન્જ અંગે યોજાનાર ઓનલાઈન સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ જ આપ્યું નથી. આ ગ્લોબલ સમિટ 22-23 એપ્રિલે યોજાશે. ખાસ વાત એ છે કે આ વર્ષના અંતે સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સમિટ(સીઓપી26)થી પહેલા બાઈડેનના વિશેષ દૂત જોન કેરી પણ આ મુદ્દે ચર્ચા માટે 1થી 9 એપ્રિલે ભારત, બાંગ્લાદેશ અને યુએઈની મુલાકાત લેશે. આ પ્રવાસમાં પણ પાકિસ્તાનનું નામ સામેલ નથી. અમેરિકાના આ પગલાથી પાકિસ્તાન અકળાયું છે.

આ મુદ્દે વડાપ્રધાન ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર અમેરિકી સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. ઈમરાને સોશિયલ મીડિયા પર 3 ટિપ્પણીમાં લખ્યું કે હું પાકિસ્તાનને ક્લાઈમેટ સમિટમાં આમંત્રણ ન મળતાં ઊઠી રહેલાં અવાજોથી પરેશાન છું. અમે ક્લાઈમેટ ચેન્જના પ્રભાવને ઘટાડવા, સ્વચ્છ અને હરિયાળું પાકિસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલા માટે અમારી ગ્રીન પાકિસ્તાનની પહેલ, 10 અબજ વૃક્ષો વાવવા, પ્રકૃતિ આધારિત સમાધાન, નદીઓની સફાઈથી અમે ગત 7 વર્ષમાં ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો છે. અમારી નીતિઓની પ્રશંસા કરાઇ છે અને તેને માન્યતા અપાઈ છે. અમે કોઈપણ દેશની મદદ કરવા તૈયાર છીએ જે અમારા અનુભવથી શીખવા માગેછે. મેં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સમિટ 2021 માટે પહેલાથી જ પ્રાથમિકતાઓ નક્કી કરી લીધી છે.

બાઇડેને હજુ સુધી ફોન પર ઈમરાન સાથે વાત નથી કરી

બાઈડેને 20 જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધી ઈમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી નથી. જોકે અમેરિકી વિદેશ વિભગે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે જુદા જુદા સ્તરે ક્લાઈમેટ ચેન્જ મુદ્દે સાથે કામ કરવા ઉત્સુક છે પણ અમેરિકાએ વાત કરવી તો દૂર પાક.ને ક્લાઈમેટ ચેન્જ સમિટમાં આમંત્રણ પણ આપ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here