Sunday, November 28, 2021
Homeવડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૂછ્યા ખબર અંતર
Array

વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૂછ્યા ખબર અંતર

  • શંકરસિંહ વાઘેલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • વડાપ્રધાન મોદીએ પૂછ્યા બાપુના ખબર અંતર
  • પીએમ મોદીએ ટેલીફોનીક વાતચીત કરી પુછ્યા હાલચાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાના ખબર અંતર પૂછ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહને કોરોના થતા તેઓ ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, બાપુને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદીએ ટેલીફોનીક વાતચીત કરી હતી અને તબિયત વિશે ખબર અંતર પૂછ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે.

જણાવી દઈએ, શંકરસિંહ વાઘેલા ગુજરાતનાં રાજકારણમાં દિગ્ગજ નામ છે. તેઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસમાં રહીને અનેક મહત્વનાં પદ ભોગવી ચુક્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતનાં મુખ્યમંત્રી જેવા પદોનો પણ સમાવેશ થાય છે. હાલમાં છેલ્લે તેઓ એનસીપી સાથે જોડાયા હતા. જો કે આખરે એનસીપીમાંથી પણ તેમને રાજીનામું આવ્યું હતું. હાલ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments