‘મારો અરૂણ ગયો’ કહીને વડાપ્રધાન મોદી બહેરીનની ધરતી પર ભાવુક થયા

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પહેલીવાર બહેરીન પહોંચ્યા અને ત્યાંના નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. બહેરીનમાં પોતાના સંબોધનના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીને યાદ કર્યા. તેણે કહ્યું, ‘હું ઊંડુ દર્દ દબાવી બેઠો છું. આજે મારો મિત્ર અરુણ ગયો છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દરેક કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મારી અંદર શોક છે. હું ઊંડુ દર્દ દબાવી બેઠો છું. જે મિત્ર સાથે વિદ્યાર્થી જીવનથી જાહેર જીવનના એક-એક પગથિયા ચઢ્યા. રાજકારણની યાત્રા એક સાથે શરૂ થઈ. એકબીજા સાથે જોડાયેલા રહેવું અને સાથે લડવું. જે મિત્રની સાથે સપના સજાવ્યા અને સપના પૂરા કરવા માટે આટલી લાંબી મુસાફરી કરી હતી, તે અરૂણ જેટલી આજે પોતાનું શરીર છોડી ગયા.

અરુણ જેટલીના નિધન પર દુખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે હું કલ્પના કરી શકતો નથી કે હું અહીં દૂર બેઠો છું અને મારો મિત્ર અરુણ ગયો છે. આ મહિનાના થોડા દિવસો પહેલા અમારાં પૂર્વ વિદેશમંત્રી બહેન સુષ્મા સ્વરાજ ગયાં હતાં અને આજે મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો. તે મારા માટે એક મોટી મૂંઝવણની ક્ષણ છે. હું એક તરફ ફરજની ભાવનાથી બંધાયેલો છું અને બીજી બાજુ મિત્રતાનો એક સિલસિલો લાગણીઓથી ભરેલો છે. હું મારા ભાઈ અરૂણ જેટલીને બહેરીનની ભૂમિ પરથી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમને નમન કરું છું. વળી, દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે અને આવી પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here