શ્રદ્ધાંજલિ : સૌમિત્ર ચેટર્જીના નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, બોલિવૂડ સ્ટાર્સે શોક પ્રગટ કર્યો.

0
7

દિગ્ગજ બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીએ રવિવાર, 15 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ સૌમિત્રની તબિયત સુધરે તે માટે ડૉક્ટર્સે પૂરતા પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ સફળ થયા નહીં. 85 વર્ષીય સૌમિત્રના અવસાનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. તેમના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત બોલિવૂડે શોક પ્રગટ કર્યો હતો.

વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘શ્રી સૌમિત્ર ચેટર્જીનું મોત સિનેમા, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ તથા ભારત માટે મોટું નુકસાન છે. તેમણે પોતાના કામથી બંગાળી સંવેદનશીલતા, ભાવના તથા સ્વભાવને દર્શાવ્યો હતો. તેમના જવાથી મને ઘણું જ દુઃખ થયું છે. તેમના પરિવાર તથા ચાહકોને ભગવાન શક્તિ આપે. ઓમ શાંતિ.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘સૌમિત્ર ચેટર્જીના જવાથી ઈન્ડિયન સિનેમાએ પોતાના એક લિજેન્ડ ગુમાવી દીધા છે. તેમને ‘અપુ’ ટ્રાયોલોજી તથા સત્યજીત રેની જાણીતી ફિલ્મના પર્ફોર્મન્સ માટે યાદ કરવામાં આવશે. તેમણે એક્ટિંગમાં ઘણો જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમને દાદાસાહેબ ફાળકે અવોર્ડ, પદ્મભૂષણ સહિતના અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી તથા વિશ્વભરના તેમના કરોડો ચાહકો પ્રત્યે સંવેદના.’

મધુર ભંડારકરે કહ્યું હતું, પદ્મભૂષણ સન્માનિત સૌમિત્ર ચેટર્જીના નિધનથી દુઃખ થયું. 54મા નેશનલ અવોર્ડ ફંક્શન દરમિયાન તેમની સાથે થયેલી વાતચીત હંમેશાં યાદ રહેશે. પરિવાર તથા ચાહકો પ્રત્યે મારી સંવેદના

બંગાળી સિનેમાના લિજેન્ડ હતા

બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ ‘અપૂર સંસાર’થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ ‘નિરૂપમા’ તથા ‘હિન્દુસ્તાની સિપાહી’ હતી. હિંદીમાં તેમણે ‘સ્ત્રી કા પત્ર’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ ‘સાંજબાતી’માં દેખાયા હતા. સૌમિત્ર પહેલા ભારતીય કલાકાર હતા, જેમને ફ્રાંસનો સૌથી સન્માનિત અવોર્ડ Ordre des Arts et des Lettres આપવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here