ઉત્તર પ્રદેશ : ઝાંસીમાં વડાપ્રધાન મોદીએ કૃષિ યુનિવર્સિટીનું કર્યું લોકાર્પણ

0
3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના રાની લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષી યુનિર્વસીટી, ઝાંસીના શૈક્ષણીક અને વહિવટી ભવનનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યુ હતું.

કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પરસોત્તમ રૂપાલા, યુનિવર્સિટીના સત્તાધિશો, વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.. અને કૃષિના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, ‘રાણી લક્ષ્મીબાઈએ એક સમયે બુંદેલખંડની ધરતી પર ગર્જના કરી હતી કે હું મારી ઝાંસી નહીં આપું. આજે બુંદેલખંડની ધરતીથી આ ગર્જનાની જરૂર છે કે મારી ઝાંસી આત્મનિર્ભર ભારત બનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવશે. અમે પૂરી તાકાત લગાવી દઈશું.’

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આજે બીજથી લઈને બજાર સુધી  ખેતીની ટેક્નોલોજીને જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદાને જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે.’

તેમણે કહ્યું કે, ‘કૃષિમાં આત્મનિર્ભરતાનો લક્ષ્યાંક ખેડૂતોને એક ઉત્પાદકની સાથે સાથે જ વેપારી બનાવવાનો પણ છે. જ્યારે ખેડૂત અને ખેતી, ઉદ્યોગ તરીકે આગળ વધશે તો મોટા સ્તર પર ગામડામાં અને ગામડાની આસપાસ જ રોજગાર અને સ્વરોજગારની તકો પણ સર્જાશે.’

પીએમએ કહ્યું કે, ‘જ્યારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત  કરીએ છીએ ત્યારે તે ફક્ત ખાદ્યઅન્ન સુધી જ સિમિત નથી. તે ગામની સમગ્ર અર્થવ્યવસ્થાના આત્મનિર્ભરની વાત છે. આ દેશમાં ખેતીથી પેદા થનારા ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન કરીને દેશ અને દુનિયાના બજારોમાં પહોંચવાનું મિશન છે.’

વડાપ્રધાને વધુમાં કહ્યું, પીએમ મોદીએ કહ્યું કે ત્રણ વધુ રાષ્ટ્રીય સંસ્થાનો IARI-ઝારખંડ, IARI-આસામ અને મોતીહારીમાં Mahatma Gandhi Institute for Integrated Farming ની સ્થાપના થઈ રહી છે. તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નવી તકો આપવાની સાથે સ્થાનિક ખેડૂતો સુધી ટેક્નોલોજીનું જ્ઞાન પહોંચાડવાનું અને તેમની ક્ષમતા વધારવાનું કામ પણ કરશે. આજે બીજથી લઈને બજાર સુધી ખેતીને ટેક્નોલોજી સાથે જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદા જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાનો અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here