વડાપ્રધાન મોદીએ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી, 1 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ મળશે

0
9

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.

મહત્વનું છે કે પંચાયતીરાજ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી આ યોજનાથી 6 રાજ્યોના 763 પંચાયતના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકની બે પંચાયત સામેલ છે.

અપડેટ્સ

  • વડાપ્રધાન મોદીએ યોજનાની શરૂઆત પછી એવા લોકો સાથે વાત કરી જેમને કેન્દ્ર સરકારે સ્વામિત્વ કાર્ડ આપ્યું છે. આ દરમિયાન પીએમએ કહ્યું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે.
  • આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહ્યું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. પીએમ સાથે વાતચીતમાં કાર્ડધારકોને કહ્યું કે, આ કાર્ડ દ્વારા તેમને બેન્કમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, સાથે જ ગામમા તેની સંપત્તિનો ઝઘડો પણ ખતમ થઈ ગયો છે.
  • પીએમએ કહ્યું કે, આજે 1 લાખ લોકોને કાર્ડ મળવાથી તે શક્તિશાળી અનુભવી રહ્યા છે. આ યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.
  • વડાપ્રધાને કહ્યું કે, આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના આપણા દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here